________________ 144 કલ્યાણમંદિર સ્તોત્ર દર્શન પિતાની દશાનુસાર કરતા હોય છે. આવા ઉત્તમ ભેગ વખતે ભામંડળને પ્રભાવ કેવો હોય છે તે આચાર્યજીએ આપણને આ કડીમાં બતાવ્યું છે. પ્રભુજીના અત્યંત તેજસ્વી ભામંડળમાંથી જે તેજ કિરણે છૂટે છે તે ઊંચે જાય છે. શ્યામ રંગના પ્રભુજીના મસ્તકની પાછળ અત્યંત પ્રકાશિત ભામંડળમાંથી કિરણો ઊંચે ને ઊંચે ચડે છે. શ્યામ રંગના પ્રભુજીના પડછામાં પાછળનું તેજસ્વી ભામંડળ વિશેષ તેજસ્વી લાગે છે. અને એ તેજ વધતું વધતું એટલું બધું વધે છે કે દેએ વિકલા અશેકવૃક્ષના પાનને રંગ પણ લેપાઈ જાય છે, અર્થાત્ તે પાનની આગળના ભાગમાં આ તેજ કિરણે એવા છવાઈ જાય છે કે તેને મૂળ રંગ કે છે, તેનું લક્ષ પણું જેનારને રહેતું નથી. જોનારને તે અશોકવૃક્ષ તથા તેની ઘટા પણ તેજોમય જ લાગે છે. એટલે કે વૃક્ષ જેવા એકેદ્રિય પણ પ્રભુને સમાગમ થતાં પિતાપણું ત્યાગી, પ્રભુએ અર્પેલું તેજસ્વરૂપ સ્વીકારી લે છે. જે એકેંદ્રિય જીવ પર પણ પ્રભુના બેધને, ભામંડળને આ પ્રભાવ પડતો હેય તે, જે સચેતન–પૂર્ણ ઇંદ્રિયવાળા જીવે છે તેમના પર કેટલે અસરકારક પ્રભાવ હોવું જોઈએ ! એથી જ આચાર્યજી કહે છે કે હે વીતરાગ પ્રભુ! આપના સમીપપણને પામીને એવો કયે સચેતન પ્રાણી છે કે જે રાગરહિતપણાને ન પામે ? અર્થાત્ વીતરાગના સાનિધ્યમાં નિરાગી-વીતરાગી ન બને? . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust