________________ 130 * ને s_ કલ્યાણમંદિર સ્તોત્ર છે. શ્રી પ્રભુની વાણી આખા દેહવ્યાપી હોવાથી, તેને હૃદયસમુદ્રમાંથી ઉત્પન્ન થઈ પ્રગટ થતી બતાવી છે, તે ખૂબ જ ગ્ય જણાશે. આ રીતે ઉત્પન્ન થયેલી વાણી અમૃતસ્વરૂપ હોય તેમાં આશ્ચર્ય શું હેય ! (21) स्वामिन्सुदूरमवनम्य समुत्पतन्तो मन्ये वदन्ति शुचयः सुरचामरौघाः / येऽस्मै नतिं विदधते मुनिपुंगवाथ ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः / / 22 દેવ વિષે જે પવિત્ર ચામર સ્વામી! આપ સમીપ તે, હું ધારું છું નીચા નમી ઊંચા જતાં એમ જ કહે મુનિશ્રેષ્ઠ એવા પાર્થને જે નમન કરશે સ્નેહથી, તે શુદ્ધભાવી ઉર્ધ્વગતિને પામશે નિશ્ચય થકી. 22 આ બાવીસમી કડીમાં આચાર્યજી દેવકૃત અતિશય ચામરનું મહાભ્ય પ્રગટ કરતાં કહે છે કે, “હે સ્વામી ! દેવતાઓ આપની સમીપમાં જે પવિત્ર ચામર વીંઝે છે, તે નીચા નમીને પાછા (સ્વાભાવિક રીતે જ) ઊંચા જાય છે. તે ચામર ઊંચા જતી વખતે જાણે એમ કહે છે કે, “મુનિઓમાં શ્રેષ્ઠ એવા આપને જે કંઈ શુદ્ધ ભાવથી નીચા નમશે–નમન કરશે–તેઓ પણ અમારી પેઠે ઉચ્ચ ગતિને પામશે.” ' શ્રી તીર્થકર પ્રભુ કેવળજ્ઞાન પ્રગટ કરે તેં પછીથી ઉચ્ચ કેટિના દે, દેવલેકનાં ઉત્તમ વેત તાતેથી બે ચામરની રચના કરે છે અને તે બને ચામરને પ્રભુને વીંઝણો નાખત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust