________________ 126 કલ્યાણમંદિર સ્તોત્ર મરણ વચ્ચે ગાળે એટલે લાબું હોય કે સામાન્ય જીવનાં તો અનેક આયુષ્ય પૂર્ણ થઈ જાય. તેથી તેમની અપેક્ષાએ દેવો અમર કહેવાવા યેગ્ય છે. જે અમૃતનું પાન કરી દેવે અમર બને છે તે અમૃત સુધારસરૂપ છે. તે સુધારસથી અનેક પ્રકારની શક્તિઓ તથા આત્મશાંતિ પ્રાપ્ત થઈ શકે છે. . - દેવલેકમાં અમૃતનું પાન કરી દેવો જેમ અમર બને છે, તેમ પ્રભુની વાણી અવધારીને ભવ્ય જીવ પરમાનંદને પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ પણ ત્વરાથી ઘડપણ તથા મૃત્યુના દુખથી રહિત બને છે, એટલે કે કોઈ અપેક્ષાથી જીવે અજર-અમર બને છે. પ્રભુને અમૃતસ્વરૂપ બોધ પ્રાપ્ત કરીને જીમાં આત્મા પ્રત્યેની એવી જાગૃતિ આવે છે કે તેઓની દેહની આસક્તિ કમથી તૂટતાં તૂટતાં સંપૂર્ણ છૂટી જાય છે. તેઓ આત્માને વિશુદ્ધ કરવામાં એવા મશગુલ બને છે કે દેહને લાગુ પડતાં જરા કે મૃત્યુને લેશ પણ ભય સ્પર્શી શકતું નથી. એટલું જ નહિ તેઓ દેહને આત્યંતિક વિયેગ ઈચ્છી સ્વાત્માને મૂળ સ્વરૂપે સ્થિર કરવા પ્રવૃત્ત રહે છે. આમાં આત્મસુખને સાચે અનુભવ થતું હોવાથી ભવ્ય જીવને પ્રભુના બેધમાંથી પરમ આનંદને અનુભવ થાય છે. આમ સાચી રીતે પ્રભુને બેધ અવગાહવાથી જીવ પરમાનંદને પ્રાપ્ત કરી અજર-અમર (જરા તથા મૃત્યુના ભયથી રહિત) બને છે. આ હેતુએ લોકો એમ કહે છે કે “પ્રભુની વાણીમાં અમૃતપણું છે? તે તે સત્ય જ છે. . . . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust