________________ કલ્યાણમંદિર સ્તંત્ર 125 જે આપના ગંભીર હદયના સમુદ્રમાંથી ઉપજે, તે વાણીમાં અમૃતપણું લકે કહે તે સત્ય છે; કાં કે કરીને પાન પરમાનંદને ભજતા થકા, ભવજન અહો એથી કરીને શીધ્ર અજરામર થતા. 21 પ્રભુ જે ઉપદેશ આપે છે તે દેશનાનું મહત્ત્વ સમજાવતાં આ કડીમાં આચાર્યજી કહે છે કે, “હે પ્રભુ! આપના ગંભીર હૃદયરૂપી સમુદ્રમાંથી જે ઉપદેશધારા વહે છે તેમાં જરૂર અમૃતપણું રહેલું છે, કારણ કે તેનું પાન કરીને ભવ્ય પુરૂષે તત્કાળ વૃદ્ધાવસ્થા તથા મૃત્યુના ભયથી રહિત બને છે, એટલે કે આત્મપણને પામે છે.” પ્રભુની વાણીને જે અતિશય છે તે આચાર્યજીએ અહીં વ્યક્ત કર્યો છે; આચાર્યજી પ્રભુની વાણીને અમૃતથી ભરેલી કહે છે અને સાથે સાથે જણાવે છે, બધા લેકે પ્રભુની વાણીમાં અમૃતપણું છે એમ કહે છે તે સત્ય છે એવી પિતાની શાખ પણ પૂરે છે. કલ્પવાસી અને તેથી ઉપરના દેવકના દેવે અમૃતપાન કરે છે, અને તેમાંથી પ્રાપ્ત થતા બળને લીધે તથા નિરોગીતાને લીધે તેઓ ઘણા લાંબા કાળનું આયુષ્ય ભેગવે છે. ક૫વાસી દેવોમાં અ૫માં અલ્પ આયુષ્ય દશ હજાર વર્ષનું છે, અને ઉત્તમોત્તમ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું શ્રી ભગવતે જણાવ્યું છે. આવા દીર્ઘ આયુષ્યને સુખને ભેગવટો હોવાથી લોકોમાં દે “અમર” તરીકે પણ ઓળખાય છે, જેના જન્મ તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust