________________ 119 કલ્યાણમંદિર તેત્ર સૂર્ય એ સ્વપરપ્રકાશક તિસ્વરૂપ પુદ્ગલ પદાર્થ છે. તેનું તેજ એ પ્રકારનું છે કે તેના પ્રકાશથી પિતે તે પ્રકાશિત દેખાય છે, પણ અન્ય પદાર્થોને પણ તે પ્રકાશિત કરે છે. તેના તેજમાં બીજા સ્વપ્રકાશ વગરના ત પણ દૃષ્ટિગોચર થાય છે. એ રીતે જોતાં શ્રી તીર્થકર પ્રભુને શુદ્ધ આત્મા સ્વપરપ્રકાશક તિસ્વરૂપ ચેતન પદાર્થ છે. તેથી પ્રભુ પિતે તે પ્રકાશમય જ રહે છે, અને સાથે સાથે બીજાને પ્રકાશમય બનાવવામાં અતિ મહત્ત્વનો ફાળો આપે છે. તેમના નિમિત્તથી અનેક જીવ સ્વાત્માને શુદ્ધ બનાવી પ્રકાશક બને છે. આ તીર્થકર ભગવંતને એક અતિશય છે. સામાન્ય જીવ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે તેના થકી કેટલાક જી સ્વાત્માને પ્રગટ કરે છે, પણ તે સંખ્યા તીર્થંકર પ્રભુની સરખામણીમાં ઘણું અલ્પ હોય છે. સામાન્ય જીવ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે અન્ય જીવોને પરમાર્થ પ્રતિ વાળવાનો તેનો પુરુષાર્થ શ્રી તીર્થકર પ્રભુના પુરુષાર્થની અપેક્ષાએ ઘણે અલ્પ હોય છે. શ્રી તીર્થંકર પ્રભુના ચરણને આશ્રય લઈ સ્વાત્માને પ્રગટ કરનારાઓની સંખ્યા ઘણું વિશેષ હોય છે અને સમવસરણમાં રહેલા એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના તમામ જીવે કઈને કઈ પ્રકારે આત્મલાભ પામે જ છે. આજે પરિસ્થિતિ છે તે સામાન્ય જીવોના સંબંધમાં બનતી નથી. તેથી આ શક્તિ પ્રભુને એક અતિશય ગણાય છે. પ્રભુજીના સહવાસમાં ક્યારેય પણ જીવ આવે તો તે, શુભ દષ્ટિવાન હોય તે કંઈ ને કંઈ લાભ પામે જ છે. અહીં આ બધી અન્ય પળમાં થતા લાભની વાત જવા દઈને, આચાર્યજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust