________________ સુવર્ણ રત્નોથી બનેલા ઉજળા સિંહાસને, ગંભીર વાણી વાન રૂપે શ્યામ સ્વામી આપને; ઉત્સુક થઈને ભવ્યજનરૂપી મયુરે નિરખે મેરુ શિરે અતિ ગાજતા નવ મેઘસમ પ્રીતિ વડે. 23 ઊંચે જતી તુમ શ્યામ ભામંડળ તણી કાંતિ વડે, લેપાય રંગ અશેક કેરા પાનને સ્વામી ખરે; પ્રાણી સચેતન તે પછી વીતરાગ! આપ સમાગમે, રે કેણ આ સંસારમાં પામે નહિ વૈરાગ્યને ! 24 રે રે પ્રમાદ તજ અને આવી ભજે આ નાથને, એ મેક્ષપુરી પ્રત્યે જતા વ્યાપારી પાર્શ્વનાથ ને; સુર દુંદુભિને શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, હું માનું છું હે દેવ! તે ગેલેક્સને એમ જ કહે. 25 હે નાથ ! આ ત્રિલેકમાં પ્રકાશ જવ આપે કર્યો, તારા સહિત આ ચંદ્રમાં તવ હીણ અધિકારી ઠર્યો; મેતી સમૂહે શોભતા ત્રણ છત્રને મિષે કરી, આવ્યા પ્રભુની પાસ, નકકી રૂપ ત્રણ જાણે ધરી. 26 કીર્તિ, પ્રતાપ જ કાંતિ કેરા સમૂહથી બૅલેક્ય આ, ગેળારૂપે ભગવાન! જ્યમ આપે પૂરેલાં હેય ના ! રૂપું, સુવર્ણ અને વળી માણિક્યથી નિર્મિત ખરે, એ પાસથી શોભી રહ્યા ત્યમ આપ ત્રણ કિલ્લા વડે. 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust