________________ 110 કલ્યાણમંદિર તેત્ર પ્રાપ્ત કરી શકે છે. એના માટે એક અગત્યની શરત છે, કે જે જીવ અજ્ઞાનને હટાડવાને પુરુષાર્થ કરે તે જીવ પ્રભુને પામી શકે. આ હકીકત બહુ વીચારણીય છે. જીવ ગમે તે ધર્મને માનતો હોય તે પણ તે પિતાનાં રાગદ્વેષ તથા અજ્ઞાનને ઘટાડવાનો પ્રયત્ન કરે છે તે અવશ્ય પ્રભુને પામે. તેની ડી વિશેષતા સમજવા યોગ્ય છે. આવા જીવોની દષ્ટિ વિશુદ્ધ ન હેવાને કારણે, પૂર્ણ સાચી સમજ ન હોવાને કારણે, તે જીવો પ્રભુના યથાર્થ સ્વરૂપને સમજી શકતા નથી, પણ તેમના જે ઈષ્ટદેવ છે તે સ્વરૂપે તેઓ પ્રભુને ઓળખે છે. જેમ કમળ થ હોય, આખું શરીર પીળું થઈ ગયું હોય તેવા માણસને સફેદ શંખ બતાવવામાં આવે તે તેને તે શંખ વેત ન દેખાતાં પીળી ઝાંયવાળ દેખાય છે. આ જ રીતે અન્યમ જીવને પ્રભુનું યથાર્થ વીતરાગ સ્વરૂપ નથી જણાતું, પણ પ્રભુ તેને હરિ, હર કે બ્રહ્મા સ્વરૂપે દેખાય છે, કારણ કે તે અને અમુક પ્રકારે કર્મરૂપી રેગ લાગુ પડ્યો છે. અહીં આચાર્યજી શંખના ઉદાહરણ દ્વારા એ સૂચવે છે કે, પ્રભુ એ શંખ જેવા ઉજજવળ, પવિત્ર અને નિર્મળ છે. પણ કમળાનો રેગી તે શંખને રેગિષ્ટ દષ્ટિને કારણે પીળાશવાળે દેખે છે. તેમ પ્રભુનું અત્યંત ઉજજવળ વીતરાગ સ્વરૂપ, તીર્થકર સ્વરૂપ અન્યદર્શીઓ સમક્ષ યથાર્થ પ્રગટ થતું નથી. પણ અશુદ્ધ દષ્ટિને કારણે હરિ, હર કે બ્રહ્મા જેવું દેવસ્વરૂપ પ્રગટ થાય છે. એટલે કે પ્રભુનું સ્વરૂપ પરધમ જીવે અન્ય પ્રકારે જાણે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust