________________ 108 કલ્યાણમંદિર સ્તોત્ર કરવાનો છે, પ્રભુમાં પ્રગટ થયેલા બધા જ ગુણો પિતામાં સમાયેલા છે એવી શ્રદ્ધા જગાડવાની છે, પ્રભુના આત્મા અને પિતાના વિશુદ્ધ સ્વરૂપમાં કોઈ ભેદ નથી એવી અભેદબુદ્ધિ કેળવીને શુદ્ધ થવા માટેનું ચિંતન કરવાનું છે. વિચારતાં સમજાશે કે આ પ્રકારની અભેદબુદ્ધિ જીવમાં સામાન્ય દશાએ પ્રગટી શકતી નથી. આ અભેદબુદ્ધિ આત્માની અમુક વિશુદ્ધ અવસ્થાએ પહોંચ્યા પછી જ પ્રગટે છે, અને તે પછી આ ચિંતવન જીવને ખૂબ જ ઉપકારી થાય છે. સામાન્ય પ્રકારે જોઈએ તે સાતમાં ગુણસ્થાને જીવમાં પ્રભુ અને પિતા વચ્ચેની અભેદબુદ્ધિ જાગૃત થાય છે. તેમ છતાં તે વિશેનું અનન્ય ચિંતન પ્રગટ થતું નથી, ત્યાં સુધી તે જીવ જાગૃતિ કેળવી શ્રેણી માંડી શકતું નથી. જ્યારે આ ચિંતન પ્રગટે છે ત્યારે જીવ, પ્રભુ સાથેની કેળવેલી અભેદબુદ્ધિનો ઉપયોગ કરી આત્મા વિશેના અનન્ય ચિંતનમાં લીન બને છે, સર્વ ઘાતકર્મોને નાશ કરે છે અને છેવટમાં કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવી સર્વજ્ઞ બને છે. આ પ્રક્રિયા સમજવા માટે પૂ. કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર લિખિત “અપૂર્વ અવસર”ની નીચેની બે પંક્તિઓ ખૂબ ઉપકારક જણાય છે - શ્રેણી ક્ષપાતણ કરીને આરુઢતા, અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ જે.” આઠથી તેરમા ગુણસ્થાન સુધી ચડવા માટે, આત્માનો શુદ્ધ સ્વભાવ ત્વરાથી પ્રગટાવવા માટે “અનન્ય ચિંતન” એ શ્રેણીમાં ખૂબ અગત્યનું છે તે પૂ. શ્રીમદ્ રાજચંદ્ર પણ અહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust