________________ કલ્યાણમંદિર સ્તોત્ર 105 શક્તિ પ્રગટ થાય છે. અર્થાત્ સામાન્ય પાણીમાં અમૃતપણાનું આરે પણ કરી, તે માટે શ્રદ્ધાથી ચિંતવન કરવામાં આવે તે તે સામાન્ય પાણી પણ ઝેરના વિકારને ચૂસી લેનાર અમૃત બને છે. આવો અનુભવ જે જીવને જગતમાં સાંપડી રહે છે, તે તેવું પરમાર્થમાં બને એમાં શું નવાઈ કહેવાય! કર્મથી લેપાયેલે, છતાં વિશુદ્ધ થવા ઈચ્છતે જીવ એ જળ સમાન છે. જેમ પાણી અમૃત નથી, પણ તે અમૃતમય થવાનું છે તેમ શ્રદ્ધાથી ચિંતવવામાં આવે છે, એ જ રીતે જીવ એ વિશુદ્ધ થયેલ નથી પણ પ્રભુ સમાન વિશુદ્ધ થવાને છે તેમ શ્રદ્ધાથી ચિંતવવાનું છે. અર્થાત્ પાણીમાં અમૃતપણાનું જેમ આરોપણ કરવામાં આવે છે તેમ જીવમાં સંપૂર્ણ શુદ્ધપણું હોવાનું આજે પણ કરવામાં આવે છે. આ પરથી સમજાય છે કે જળને અમૃતમાં ફેરવવા માટે શ્રદ્ધા તથા ચિંતવન જેમ આવશ્યક તત્ત્વ છે, તેમ સકમ જીવને શુદ્ધ કરવા માટે શ્રદ્ધા અને ચિંતવન એવાં જ આવશ્યક તત્ત્વ છે. અહીં જે પ્રક્રિયા થાય છે તે મહત્ત્વની છે. જળને અમૃત સમાન બનાવવા માટે તે બનશે જ એવી શ્રદ્ધા તથા “તે અમૃતમય છે” એવું ચિંતવન કરવું જરૂરી છે, એટલે કે જે પ્રાપ્ત કરવું છે તેનું દઢવ વારંવાર કરવાથી, વારંવાર કરેલી ભાવનાના ફળરૂપે એ અવસ્થા પ્રાપ્ત થાય છે. આ જ વસ્તુ અશુદ્ધ આત્માને શુદ્ધ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. અહીં પ્રભુને દીધેલ નિયમ “કઈ પણ ભાવ નિષ્ફળ નથી” કાર્ય કરી જાય છે. જે ફળ પ્રાપ્ત કરવું છે તેનું વારંવાર રટણ કરવાથી તે કર્મ દઢ બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust