________________ 104 કલ્યાણમંદિર સ્તોત્ર નથી. આ આત્માની એક અતિ મહત્વની લાક્ષણિકતા છે. જે આ લાક્ષણિક્તા આત્મામાં ન હોય તે, જુદા જુદા પ્રકારનાં અને કાળનાં પરિભ્રમણને કારણે બધા આત્માઓ વચ્ચે અસમાનપણું પ્રગટ થાત અને આત્માનું એકરૂપપણું તૂટી જાત. આત્માને સમાન રીતે જાળવવામાં આ લાક્ષણિકતા મહત્વનો ભાગ ભજવે છે. આત્માની આ વિશિષ્ટતાને અનુલક્ષીને આ કડીનું વિધાન થયેલું જણાય છે. સાધક અથવા તે ભક્ત અશુદ્ધ દશામાં છે, કર્મમળ સહિત છે. આ અવસ્થામાં તે પ્રભુનું ચિંતન કરે છે, પ્રભુના ગુણોનું મનન કરે છે, અને એવી ભાવનાને દઢ કરે છે કે જે બધા ગુણો પ્રભુમાં પ્રગટ થયા છે તે બધા જ ગુણો પિતામાં પ્રગટ થવાના છે. અને વર્તમાનમાં તે ગુણે પિતામાં અવરાઈને રહેલા છે અને તે આવરણે પ્રભુનું ચિંતવન કરવાથી નાશ પામવાના છે અને ગુણો પ્રગટ થવાના છે. આવી ભાવના પ્રગટાવી, તે જ શ્રદ્ધાથી સાધક પ્રભુનું ચિંતન કરે છે. પરિણામે કાળે કરીને તે પ્રભુ સમાન વિશુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. છદ્મસ્થ અવસ્થામાં રહ્યા રહ્યા વિશુદ્ધ આત્માનું ચિંતન કરવાથી, ધ્યાન કરવાથી વિશુદ્ધ કેવી રીતે થઈ શકાય! આ સમજાવવા પાછળની બે પંક્તિઓમાં આચાર્યજીએ એક સુંદર ઉદાહરણ આપ્યું છે. સામાન્ય પાણી લઈને, તેને શ્રદ્ધા રાખીને મંત્રવામાં આવે, અને તે પાણીમાં અમૃતપણાનું આરે પણ કરવામાં આવે ત્યારે ખરેખર તે પાણીમાં અમૃતપણું પ્રગટ થાય છે, આ પાણીમાં ઝેરથી થયેલા વિકારને હરવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust