________________ 102 કલ્યાણમંદિર સ્તોત્ર છે. આમ પ્રભુનું મુખ્ય કાર્ય “વિગ્રહ’ને નાશ કરવાનું તથા શાંતિનું પ્રસારણ કરવાનું છે. आत्मा मनीषिभिरय त्वदभेदबुद्धया : घ्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः / पानीयमप्यमृतमित्यनु चित्यमान कि नाम नो विषविकारमपाकरोति / / 17 નહિ ભેદ હે પ્રભુ આપને આત્માવિશે એ બુદ્ધિથી, ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાય નહીં; જે જળ વિશે શ્રદ્ધાથકી અમૃતતણું ચિંતન કરે, તે જળ ખરેખર વિશ્વના વિકારને શું ન હરે? 17 પ્રભુને હૃદયમાં સ્થાપી, તેમનું ધ્યાન ધરવાથી વિગ્રહને નાશ થાય છે. એ જણાવ્યા પછી, આ કડીમાં વિશેષ સ્પષ્ટતા કરતાં આચાર્યજી જણાવે છે કે, હે જિનેન્દ્ર ! આત્મા અને આપ એક જ છે, એવી અભેદબુદ્ધિથી જે પંડિતે આપનું ધ્યાન કરે છે તેઓ આ લેકને વિષે જ આપના જેવા થાય છે. જેમ શ્રદ્ધાથી મંત્રાદિક પ્રયોગ વડે પાણીમાં અમૃતપણું આપ્યું હોય, તેવા પાણી માત્રથી પણ વિષના વિકારે મંટી કાય છે... . . : : : : : : : : : - મહાનુભાવ એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન ધરવાથી કર્મ તથા દેહને નાશ થાય છે, તે આપણે સળી કડીમાં જોયું. આ ધ્યાન કયા પ્રકારનું હોવું જોઈએ તે આપણને આ સત્તરમી કડીમાંથી જાણવા મળે છે. અહીં દર્શાડ્યા પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust