________________ કલ્યાણમંદિર સ્તોત્ર 101 વાંચતાં આરંભમાં જે વિધાભાસ જીવને અકળાવે છે તે, તેનું હાર્દ સમજતાં ટળી જાય છે, અને તેમાંથી વાસ્તવિક સમજ તથા પ્રભુનું સાચું મહામ્ય પ્રગટ થાય છે. આચાર્યજી પિતાના આ કથનને પુષ્ટિ આપવા માટે મહાજનના સ્વભાવ તથા ચારિત્રલેખન ત્રીજી અને એથી એ બે પંક્તિઓમાં કરે છે. આ મહાજનો મધ્યસ્થપણું ધારણ કરીને રહેનારા હોય છે, એટલે કે રાગ તથા શ્રેષના ફાંદામાં ફસાનારા હોતા નથી. તેઓ કઈ પ્રકારના વિભાવમાં ફસાઈને પ્રવૃત્તિ કરતા નથી, પણ નિરંજનપણે તથા નિર્વિકારપણે વર્તના કરે છે. આવા મહાન છે “વિગ્રહ’ને નાશ કરી, શાંતિનું પ્રસારણ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. આ કડીના ચોથા ચરણમાં આચાર્યજી વિગ્રહ’ શબ્દ ખૂબ જ ખુબીપૂર્વક જી લેષ અલંકાર દ્વારા પિતાનું વક્તવ્ય સ્પષ્ટ કરે છે. “વિગ્રહ’ શબ્દના બે અર્થ થાય છે. (1) ઝગડો (2) શરીર. શ્રી પાર્શ્વનાથ પ્રભુ જેવા મહાનુભાવ વિગ્રહને નાશ કરે છે એટલે કે આત્મા તથા કર્મ વચ્ચે જે અનાદિકાળથી ગજગ્રાહ ચાલ્યા કરે છે, તે કર્મના નાશ દ્વારા વૈમનસ્યને અંત આણી, શાંતિની સ્થાપના કરે છે. કર્મના સૂર પાશમાંથી આત્માને છેડાવી, તેને પિતાના સહજ શાંત સ્વરૂપમાં બિરાજમાન કરે છે. વળી જે દેહમાં રહી આ બધા દુઃખને. ભોગવટો આત્મા કરે છે, તે દેહને જ નાશ પ્રભુ કરતા હોવાથી, આમાને પરમ શાંતિમાં બિરાજમાન થવાને વેગ પ્રાપ્ત થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust