________________ 92 કલ્યાણમંદિર સ્તોત્ર તેવી રીતે ભવ્યજને આપનું ધ્યાન ધરવાથી ભૌતિક દેહને છેડીને ક્ષણમાત્રમાં પરમાત્મદશાને પામે છે. આચાર્યજી આ કડીમાં જિનેશ-જિતેંદ્રિય હોય તેમાં પણ જે શ્રેષ્ઠ છે એવા પાર્શ્વનાથ પ્રભુને સંબોધીને કહે છે કે, “હે પ્રભુ ! તમારું જેઓ ધ્યાન ધરે છે તેઓ ડી ક્ષણોમાં જ પરમાત્મદશાને પામે છે, અને દેહથી આત્માની ભિન્નતાને અનુભવ કરે છે. આ વચને ખૂબ જ સમજવા જેવા અને ઉત્તમ બેધને આપનારા છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુને આચાર્યજી જિનેશ તરીકે સંબંધે છે. જિનેશ એટલે જિનેના ઇશ. જે બધા જિતેંદ્રિય છે તેઓમાં શ્રેષ્ઠ. જ્યારે આપણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિચાર કરીએ છીએ, તેમનાં પરિષહ અને ઉપસર્ગોને લક્ષ લઈએ છીએ, અને એવા વિકટ સંજોગોમાં એમણે ધારણ કરેલી અભુત સમતાને જાણીએ છીએ ત્યારે આપણને જરૂર સમજાય છે કે આવા વિકટ ઉપસર્ગો વખતે આવી સમતા મહાબળવાન, મહાસમર્થ આત્મા હોય તે જ રાખી શકે. અને આ સામર્થ્યમાં જ તેમનું ઈશપણું–ઈશ્વરપણું સમાયેલું છે. આવા જિનેશનું-મહાસમર્થ પ્રભુનું શરણું લઈ, તેમનું ધ્યાન ધરે તે જીવને પ્રભુ પાસેથી ઘણું વિશેષ બળ મળે. વળી જેનું શરણું લીધું હોય તેના જેવા થવાની ભાવના દઢ બને, કારણ કે જેવું થવું હોય તેવાના શરણમાં જવાની ભાવના જીવ રાખતા હોય છે. આ રીતે મહાસમર્થ પ્રભુનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust