________________ 91 કલ્યાણમંદિર સ્તોત્ર એવા કાદવની વચ્ચે ભેગીઓ રૂપે પવિત્ર કમળ ખીલે છે. તેઓ કાદવમાં કમળની જેમ સંસારની આંટીઘૂંટીથી અલિપ્ત જ રહે છે. અને પ્રભુ એ કમળના પવિત્ર નિર્મળ બી સમાન છે. કમળનાં એક બીજમાંથી જેમ કમળ ઉત્પન્ન થાય છે તેમ પરમાત્માના સંપર્કથી અનેક જીવમાંથી શિવસ્વરૂપે પ્રગટ થાય છે. પ્રભુના પ્રતાપે અનેક ગીએ સંસારથી અલિપ્ત બની, ભવસમુદ્ર તરી પાર ઉતરે છે. આ ઉદાહરણ આપણને એકદમ ગ્ય લાગ્યા સિવાય રહેતું નથી. અને જેમ જેમ તેના વિશે વિચારીએ તેમ તેમ તેની વિશેષ યથાર્થતા જણાતાં આનંદ પ્રવર્તે છે. (14) ध्यानाज्जिनेश ! भवतो भविनः क्षणेन देह विहाय परमात्मदशां ब्रजन्ति / तीवानलादुपलभावमपास्य लोके चामीकरत्वमचिरादिव धातुभेदाः / / 15 ક્ષણમાત્રમાં જિનરાજ! ભવિજન આપ કેરા ધ્યાનથી, પામે દશા પરમાત્માની તજી દેહને પ્રભુ જ્ઞાનથી; જ્યમ તીવ્ર અગ્નિતાપથી મિશ્રિત ધાતુ હોય તે, પથ્થરપણાને ત્યાગીને તત્કાળ સેનું થાય છે. 15 પ્રભુને હૃદયમાં એક વખત સ્થાપ્યા પછી તેમને પ્રભાવ કેવો હોય છે તે બતાવતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, હે જિનેશ! જેવી રીતે તીવ્ર અગ્નિના તાપથી જુદી જુદી ધાતુઓ પથ્થરપણાને છેડીને તત્કાળ સુવર્ણપણાને પામે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust