________________ કલ્યાણમંદિર સ્તોત્ર ઘણુ મીઠાશ અનુભવે છે, અને કષાયને વશ થઈ વર્તતી વખતે બીજાં અગણિત કર્મો વધે છે તેનું લક્ષ પણ છૂટી જાય છે. આ પંક્તિઓ દ્વારા આચાર્યજીએ આપણને એ સમજાવ્યું છે કે પ્રભુએ પિતાનાં કર્મોને નાશ કઈ રીતે અને ક્યા ક્રમથી કર્યો છે. મેહનીયની ચાર પ્રકૃતિ કોધ, માન, માયા અને લેભ–એમાં સૌ પ્રથમ ક્રોધ જાય છે. આથી તેને નાશ પ્રથમ કર્યો. અને બાકીનાં ત્રણને નાશ કરવા માટે ક્રોધની ગરમી નહિ, પણ આત્માની શીતળતાને ઉપગ કર્યો હતે. કર્મોનાં ઝુંડના ઝૂંડ ભસ્મ કરી, કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવ્યાં. આ કડી બીજી રીતે પણ ઘણું મહત્ત્વની છે. આપણને મળેલી માહિતી મુજબ આપણે જાણીએ છીએ કે આ કડી બેલાતી હતી, બોલી રહેવા આવ્યા ત્યારે ધરતીમાંથી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ હતી. અને મહાન ચમત્કાર સર્જાયે હતે. પ્રભુ પક્ષમાંથી પ્રત્યક્ષ થયા હતા. આ રીતે પ્રગટ થઈને આચાર્યજીની ભક્તિ તથા તેમના કાર્યને પ્રભુએ અનુમેદન આપ્યું હતું. વળી કર્મો પ્રભુના સાનિધ્યમાં ઘણા ઝડપથી બળે છે એવું વિધાન આચાર્યજીએ આ પ્રથમ કરેલું જોયું છે, તેની સાબિતિ પણ મળે છે. આ ચમત્કારના પ્રભાવથી પ્રભાવિત થઈને સંઘે તેમને કરેલી શિક્ષા માફ કરીને ફરીથી સંઘમાં લીધા હતા. એ જ બતાવે છે કે શેષ રહેલા પાંચ વર્ષના અશુભ કર્મો પ્રભુ પ્રગટવાથી ક્ષણમાં નાશ પામી ગયા હતા. આ શું ઓછું આશ્ચર્ય છે? (13) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust