SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સર્ગ. ( 75 ) અનુગ્રહ કરવાને સમર્થ હોય છે.” આ પ્રમાણે વિચારી હૃદયમાં વિસ્મય તથા ભયને પામેલા તે બન્નેએ મને પ્રણામ કર્યા. અને કહ્યું કે–“હે તપસ્વી ! અમારા આ અપરાધને ક્ષમા કરશે, અમને ભસ્મસાત્ કરશે નહીં, અમે તમારા મૃગોને મારશું નહીં.” તે સાંભળી મેં કૃપાથી ધર્મલાભની આશિષવડે તેમને આનંદ પમાડી કહ્યું કે –“તમને અભય હો. પરંતુ તમે ધર્મનું રહસ્ય સાંભળો. જીને હમેશાં સુખ જ પ્રિય હોય છે, અને સર્વે જીવ જીવિતને જ ઈચ્છે છે. તેથી તે જીવોના જીવિતનું હરણ કરવાથી તમે નરકના અતિથિ થશે. પ્રાણુઓનું માંસ ખાવાથી, પરસ્ત્રી પ્રત્યે ગમન કરવાથી અને પંચેંદ્રિય પ્રાણીનો વધ કરવાથી જીવની અવશ્ય નરક ગતિ જ થાય છે; અને હિંસા નહીં કરવાથી પ્રાણીઓને ઉત્કૃષ્ટ આરોગ્ય, આયુષ્ય, બળ, યશ, રૂપ, નિત્યસુખ અને કલ્યાણ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે ધર્મ સાંભળી તે બન્ને બુદ્ધિમાન રાજસેવકો પ્રતિબોધ પામી સમક્તિ સહિત પહેલું અણુવ્રત અને માંસના આહારનો નિષેધ અંગીકાર કરી અમને હર્ષથી અને ભક્તિથી વાંદી પિતાને સ્થાને ગયા અને અંગીકાર કરેલા તે ધર્મને નિરંતર પાળવા લાગ્યા. - એકદા મિથ્યાદ્રષ્ટિ અને હિંસક એવા તેમના રાજાએ કોઈની પાસેથી તેમને આ વૃતાંત સાંભળી ક્રોધથી તેમને આજ્ઞા આપી કે“હે સેવકો ! મને આજે મૃગનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે, તેથી તમે બન્ને વનમાં જઇ શિધ્રપણે જૂદા જૂદો શિકાર કરી મૃગોને મારી લાવો.” આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળી “આજે તે મૃગે મળ્યા જ નહીં એવો ઉત્તર આપશું " એમ વિચારતા તે બન્ને સેવકો વનમાં ગયા. ત્યાં દેવગે મૃગોને જોઈ ભીમે વિચાર કર્યો કે “જે આ મૃગોને હું હારું તો મારા વ્રતનો ભંગ થાય છે અને જે નથી હતો તે સ્વામીના કપનું પરિણામ ભયંકર આવવા સંભવ છે. અથવા તે હું પરતંત્ર છું, તેથી મને વ્રતભંગ દેવ કાંઈપણ લાગશે નહીં. વળી વ્રતનું ફળ પરલોકમાં મળશે, પણ સ્વામીનો કોપ તો આજે જ ફળશે.” આ પ્રમાણે વિચારી સામે તેને ઘણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy