________________ (74). જયાનંદ કેવળી ચરિત્ર મુનિને શુકલધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ચારે નિકાયના દેવતાઓ ત્યાં આવ્યા. તેઓ વાજિંત્રના નાદ સહિત કેવળજ્ઞાનનો ઉત્સવ કરી, કેવળીને નમસ્કાર કરી તેમણે વિકલા સુવર્ણ કમળપર બેઠેલા તે મુનિની સન્મુખ બેઠા. છે. તે સર્વ દેવોને તથા તે બન્ને કુમારને ધર્મલાભને આશીર્વાદ આપી મુનિએ તેમને સમકિત અને અણુવ્રતથી આરંભી વિસ્તારથી ધર્મ કહ્યો. તે વખતે શ્રી જયાનંદ કુમારે સમાકન ગ્રહણ કર્યું, પછી ગુરૂને પૂછયું કે–“હે સ્વામી ! જે દેવ આપની પાસે નાટક કરતો હતો તે કોણ છે?ત્યારે મુનિએ કહ્યું કે–તેને વૃત્તાંત કહું તે સાંભળે. જીવદયા ઉપર ભીમ અને તેમની કથા. હું વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરોને વિષે અગ્રેસર જયંત નામનો રાજા હતા. એકદા સૂર્યને ગ્રહણ થયેલ જોઈ તત્કાળ પ્રતિબોધ પામી મેં દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે હું શ્રુતને પારગામી થયે. એકદા ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થઈ ચોમાસામાં વિંધ્યાચળ પર્વતની ગુફામાં ચાર માસના ઉપવાસ કરી ચોમાસું રહ્યો. આ ગુફાથી બે યોજન દૂર ગિરિદુર્ગ નામનું એક નગર છે, ત્યાં સુનંદ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાને ભીમ અને સોમ નામના બે સુભટ સેવકે છે. ગુફાથી એક ગાઉ દૂર તે રાજાને ગેકુળ રહેલું છે. તે ગોકુળનું રક્ષણ કરવા માટે રાજાની આજ્ઞાથી તે બને સેવકો ઘણે ભાગે ત્યાં જ રહે છે. એકદા તે બને શિકાર કરવા માટે ગુફાની પાસે આવ્યા. ત્યાં મૃગના ટેળાંને જેમાં તેમણે તેના પર ઘણું બાણે મૂક્યાં, પરંતુ નજીક છતાં પણ એકે બાણ ઈ. પણ મૃગને લાગ્યું નહીં. તે પ્રમાણે જોઈ તે બન્ને રાજસેવકે વિસ્મય પામ્યા. પછી તે મૃગનું ટેળું અમારી પાસે આવ્યું અને હર્ષથી ધર્મદેશના સાંભળવા લાગ્યું. તેની પાછળ ચાલતા તે સેવકો પણ ત્યાં આવ્યા, અને મને જોઈ તેઓએ વિચાર્યું કે–“ ખરેખર આ મુનિના મહિમાથીજ મૃગલાઓને આપણાં બાણે લાગ્યાં નહીં. કારણ કે તપસ્વીઓ સમગ્ર જગતના પ્રાણીઓને નિગ્રહ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust