________________ પી જયાનંદ કેવળી ચરિત્ર. કરવા માટે તથા જિનપૂજાનું મહાસ્ય પ્રગટ કરવાને માટે કેવળી ભગવાને મંત્રીના પૂર્વ ભવ આ પ્રમાણે કહ્યું - - “આ જ ભરતક્ષેત્રમાં રત્નસંચય નામના નગરમાં શત્રુઓના સમૂહને ત્રાસ પમાડનાર નરદત્ત નામનો પ્રસિદ્ધ રાજા હતો. તે રાજાને માનવા યોગ્ય નંદન નામનો એક માળી હતો. તેને સુદામા અને સુભગા નામની બેપ્રિયાઓ હતી. તે માળીને રાજાએ માલતી, યૂથિકા (જુઈ), કંદ (મુચકુંદ) અને ચંપક વિગેરે વૃક્ષેવાળે એક મટે બગીચે ફેંચે હતો. તેને તે માળીએ વૃદ્ધિ પમાડ્યો હતો. તેમાંથી તે હમેશાં પુષ્પને ચુંટી ગુંથેલા અને નહીં ગુંથેલા (છૂટા) પુપો રાજાને દેવપૂજા માટે અને અંગભેગને માટે પૂરા પાડતો હતો. પુષ્પના મુગટ વિગેરે અલંકારે, પુષ્પનાં ઘરે અને પુષ્પની શયા વિગેરે કરીને તે માળી રાજાના મનનું રંજન કરતો હતો. હવે તે ઉદ્યાનમાં આકાશ સુધી પહોંચેલું એક મોટું ચૈત્ય હતું. તેમાં રહેલી યુગાદીશની પ્રતિમાને પરજને મોટી સમૃદ્ધિ વડે નિરંતર પૂજતા હતા. તે જોઈને માળીએ વિચાર્યું કે– “અહો ! આ કઈ મોટા દેવ છે, કે જે આ પ્રમાણે નિરંતર પૂજાય છે, તેથી આ દેવની પૂજા ફળવાળી (મેટા ફળને આપનારી) હશે.” એમ વિચારી તેણે તે અરિહંત દેવની પાસે બીજા લોકોએ મૂકાતા બીજોરાં જેઈને ઉત્તમ ભાવથી પોતે પણ એક બીજોરું મૂક્યું. તે દિવસે પુષ્પના અલંકારથી ખુશી થયેલા રાજાએ તેના પર અધિક પ્રસાદ કર્યો (અધિક દાન આપ્યું). તેણે તે પૂજાનું ફળ માન્યું. ત્યારથી તે માળી તે દેવના ગુણાદિકને જાણતો નહોતો છતાં પણ પુષ્પ, પત્ર અને ફળે કરીને હમેશાં તે અરિહંતદેવની વિશેષ પ્રકારે પૂજા કરવા લાગ્યો. તેથી રાજાનું માન તથા દાન વિગેરે અધિક થતું જોઈ તેની બન્ને પ્રિયાએ પણ જિનેશ્વરની પૂજા કરવા લાગી. પ્રત્યક્ષ ફળ જોયેલા કાર્યમાં કેણુ આળસુ થાય ?" તે માળીને કઠોર હૃદયવાળ સુકકે નામને એક ચાકર હતા, તે હમેશાં ઉદ્યાનમાંથી નગરમાં લઈ જવા માટે પુષ્પને ભાર વહન કરતો હતો. એકદા તે ચાકર પુ મસ્તક પર ઉપાડી દરરોજ કરતાં મેડે નગર તરફ જતો હતો. તેને માર્ગમાં માળી તેની સામે આવતો હતો તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust