________________ 7મી 3 / દ્વિતીય સર્ગ. ની પૂજા કરતા, બે વાર પ્રતિક્રમણ કરતા, હમેશાં શકિત પ્રમાણે પચ્ચખાણ અને કાયોત્સર્ગ કરતા, પર્વતિથિને વિષે પિષધ કરતા અને અતિથિને દાન દેતા (અતિથિ સંવિભાગ કરતા) હતા. તેમ જ બીજાં પણ એવા પ્રકારનાં ઘણું પુણ્યકાર્યો કરતા હતા. મંત્રીની બન્ને સ્ત્રીઓ પણ એજ પ્રમાણે ભાવથી પુણ્યકાર્યોને કરતી હતી. આ રીતે તે સર્વના ધર્મની પ્રવૃત્તિમય કેટલાક કોટિવર્ષો વ્યતિત થયા. એકદા તેજ અતિબેલ નામના ગુરૂ મહારાજ ઘણું મુનિઓના પરિવાર સહિત ફરીથી તે નગરના ઉદ્યાનમાં સમવસર્યા. તે વખતે ઉદ્યાનપાળાએ તત્કાળ રાજાને વધામણું આપી. તેથી હર્ષ પામેલા રાજાએ તેમને ઘણું પારિતોષિક દાન આપ્યું. ત્યારપછી મંત્રી સામંત અને સેનાપતિથી પરિવરેલે રાજા નગરના લોકો સહિત સર્વ સમુદ્ધિવડે તે કેવળી ભગવાનને વાંદવા ગયે. ત્યાં તે ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરીને નમસ્કાર પૂર્વક સ્તુતિ કરી રાજા પરિવારાદિક સહિત ગ્ય સ્થાને બેઠે. ત્યારે ધર્મલાભની આશીષ આપીને તેમના પર અનુગ્રહ કરનારા ગુરૂએ ભવસાગરને તરવા માટે નાવ સમાન ધર્મદેશના દેવાનો આરંભ કર્યો. તેમણે આ પ્રમાણે દેશના આપી:– હે ભવ્ય જીવ ! સર્વ પ્રાણીઓ સુખને વિષે જ સુખનીજ સ્પૃહા કરનારા હોય છે, અને તે સુખને એક અરિહંતનો ધર્મજ આપે છે. તેથી હે બુદ્ધિમાન મનુષ્યો ! તે ધર્મનું જ તમે સેવન કરે, કે જેથી શાશ્વત (મેક્ષ સંબંધી) સુખ લહમીને પણ તમે પામી શકે. ઇંદ્રિય સંબંધી ભોગે અનિત્ય છે, શરીર પણ અનિત્ય છે, અને રાજ્યલક્ષ્મી પણ ત્વર પદાર્થની પંક્તિમાં મુખ્ય છે, તેથી કરીને શાશ્વત આનંદપદ (મોક્ષ) ને માટે તમે એક શાશ્વત ધર્મને જ સારી રીતે ભજે.” આ પ્રમાણે ધર્મદેશના સાંભળીને રાજાદિક સર્વે વિશેષે કરીને હદયમાં સંવેગ પામ્યા. તે વખતે મંત્રીએ પૂછયું કે –“હે મુની. શ્વર! પૂર્વભવમાં હું કેણ હતો?” તેના ઉત્તરમાં સભાને બોધ 1 જવાના સ્વભાવવાળા–નાશવંત. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust