________________ (પ૭૦) જયાનંદ કેવળ ચરિત્ર. . જેમ અદ્દભુત, ઉત્તમ, સમકિતના સારવાળે અને સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર છે. તેથી કરીને કૃતજ્ઞ એવા તારે વટવૃક્ષના બીજની જેમ યત્નથી તેને જ મેળવવો, તેનેજ સેવ અને તેને જ સેંકડે શાખાવાળો કરવો. જે કે સાતે વ્યસનો આપણું રાજ્યમાં પ્રથમથી જ છે નહીં, તોપણ તારે પ્રયત્નપૂર્વક તેને નિષેધ કર્યા કરે, કેમકે તે વ્યસને પુણ્યરૂપી વૃક્ષને વિષે કુઠાર જેવું કામ કરે છે. વળી હે પુત્ર! સ્વજન, પરિવાર, મિત્ર, પંડિત, અધિકારી, રાજસેવક, પનીર પુત્ર અને પ્રજા વિગેરે સર્વ ઉપર યોગ્યતા પ્રમાણે પ્રીતિ અને રતિ કરજે.” આ પ્રમાણે સત્ય અને હિતકારક ઉપદેશવડે પુત્રને તથા બીજા સર્વને આનંદ પમાડી શ્રીજયાનંદ રાજાએ આનંદથી સવે જિનચૈત્યમાં અષ્ટાહિકા મહોત્સવ કરાવ્યા. હર્ષવડે વિધિપૂર્વક વિવિધ પ્રકારનાં વસ્ત્ર તથા આહારાદિકના દાનવડે સાધર્મિકજનનું વાત્સલ્ય અને ભક્તિ વિગેરે કર્યું, જે કે પોતાના રાજ્યની જેમ બીજા સર્વ રાજ્યમાં યશને કરનારી સર્વ જીવોની અમારી નિરંતરને માટે પ્રથમથી જ તેણે પ્રવર્તાવી હતી, તે પણ આ અષ્ટાહિકા મહોત્સવના દિવસોમાં હમેશાં આ લોક અને પરલેકમાં હિતકારક એવી તે અમારીને ભૂત્યાદિક પાસે વિશેષ કરીને પડહની ઉષણાદિકવડે પ્રવર્તાવી, આ સિવાય તેમણે બીજાં પણ શ્રી જિનશાસનના માહાભ્યને દઢ કરનારા પ્રભાવનાદિક અનેક કાર્યો વિશેષ કરીને કર્યા તે પછી તેમના પુત્ર શ્રીફલાનંદ રાજાએ હર્ષથી મહોત્સવ સહિત દીક્ષાભિષેકની અપૂર્વ સામગ્રી તૈયાર કરાવી, તેને શ્રીજયા નંદ રાજાએ વિધિપૂર્વક કૃતાર્થ કરી. ત્યારપછી બીજા કરવા લાયક કાર્યો કર્યા અને પછી સુખલામીના નિવાસરૂપ મંગળધ્વનિના ઉલ્લાસપૂર્વક વસ્ત્ર, અલંકાર અને પુષ્પમાળા વિગેરેવડે શરીરને અલંકૃત કરી, દિવ્ય શિબિકાપર આરૂઢ થઈ, શ્રી જયાનંદ રાજા સિંહાસન પર બેઠા. તેના મસ્તકપર છત્ર ધારણ કરવામાં આવ્યું, તેની તરફ ઉજ્વળ ચામર વીંઝાવા લાગ્યા, તેની આગળ સર્વ આડે 1 ચિંતામણિ સારા સારવાળો હેય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust