________________ . . ચાદમાં સર્ગ. . (569 ) કરીને શ્રીજયાનંદ ચક્રવતી અત્યંત આનંદથી વ્યાપ્ત થઈ તથા ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામી ચારિત્ર ગ્રહણ કરવાને ઉત્સુક થયા. તેથી પિતાનો અભિપ્રાય નિવેદન કરવા માટે તેણે હિતનો ઉપદેશ કરનાર ધર્માચાર્ય શ્રી ગુરૂ મહારાજને વિજ્ઞપ્તિ કરી કે -" હે સ્વામી ! મારા પર પ્રસન્ન થાઓ, અને ક્ષણવાર રાહ જુઓ, કે. જેથી હું મારે સ્થાને જઈ મારા પુત્રને રાજ્ય આપી ઉત્સવ સહિત તમારી પાસે આવી દીક્ષા અંગીકાર કરૂં. કેમકે હું સંસારથી ઉદ્વેગ પામ્યો છું, તેથી મારૂં ચિત્ત રાજ્યને વિષે લેશ પણ રંજન થતું. નથી.” આ પ્રમાણે હૃદયમાં ઈઝેલી હકીકત નિવેદન કરી, શ્રી ગુરૂની અનુજ્ઞા લઈ દીક્ષાને માટે ઉદ્યમવંત થયેલા તે રાજેદ્ર મોટા ઉત્સવ સહિત પિતાના મહેલમાં જઈ નવી પ્રભુતાવડે શોભતું અને સાત અંગવાળું પોતાનું રાજ્ય પોતાના પુત્રને આપ્યું. પછી તેને સારે રસ ઉપજે તેવી રીતે સર્વ હિતશિક્ષા આપી કે -" વત્સ ! તું સર્વ પ્રજાને પોતાના સહોદર બંધુની જેમ પાળજે. કેમકે તે પ્રજાઓના જ ઉત્તમ ભાગ્યવડે તથા આશીર્વાદવડે લાલન કરેલા રાજાઓ પ્રાયે કરીને જળવડે લતાના સમૂહની જેમ વૃદ્ધિ પામે છે. હે વત્સ ! પાલન કરેલી પ્રજા સુખમાં કે દુ:ખમાં અને સુતાં કે જાગતાં કદાપિ પોતાના પ્રજાધર્મથી ચૂકતી નથી. પ્રજાજનો મહોત્સવાદિક કરતા હોય, અનેક પ્રકારના દાનાદિક કરતા હોય, લક્ષ્મી ઉપાર્જન કરતા હોય, સુખના સમૂહથી અને કુટુંબના પ્રેમથી વૃદ્ધિ પામતા હોય, સમૃદ્ધિવાળા થયા હોય અને યશસ્વી થયા હોય તથા બીજા પણ ઉત્તમ ગુણ ઉપાર્જન કરતા હોય તો તે જોઈને સૂર્યની જેમ જે રાજાએ હર્ષ પામે છે, તેઓ જગતને પ્રિય, ધન્ય, માનને લાયક, પુણ્યવંત, કૃતાર્થ, લાંબા આયુષ્યવાળા, ન્યાયી અને યશસ્વી થાય છે, તથા તેમનું રાજ્ય ચિરકાળ સુધી સ્થિર થાય છે. હે વત્સ ! તને આ મેટું રાજ્ય પ્રાપ્ત થયા છતાં જે પ્રકારે ધર્મ સીદાય નહીં, તે પ્રકારે તારે નીતિમાં અને વિનયમાં પ્રવર્તવું. સર્વ ધર્મોને વિષે પણ શ્રી જૈનધર્મ ચિંતામણિ રત્નની ૭ર . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust