________________ દિતીય સગે. (39) પ્રથમથી જ તેની સ્ત્રીઓને જોવાની ઉત્કંઠાવાળો રાજા “ભાવતું હતું ને વૈધે કહ્યુ” એમ માની તેને ઘેર ગયો. ત્યાં પરિવાર સહિત તે રાજાને બન્ને પ્રિયાઓ સહિત મંત્રીએ આચમનથી આરંભીને સર્વ પ્રકારનો સત્કાર કર્યો. અનુક્રમે સ્નાનાદિક માંગલિક કાર્ય કરી રાજા સુવર્ણના આસન ઉપર જમવા બેઠો. પછી રત્નના કચોળા સહિત ઉત્તમ મણિના થાળમાં વિશ્વાસને લીધે મંત્રીની પહેલી સ્ત્રી અને વચ્ચે વચ્ચે બીજી સ્ત્રી પણ અનુક્રમે અમૃત જેવા સ્વાદિષ્ટ વિવિધ પ્રકારના ખાદ્યાદિકર ભેજનો શાક, ઘી વિગેરે પદાર્થોને પ્રીતિપૂર્વક પીરસવા લાગી. તે વખતે અનુપમ રૂપવાળી તે બન્ને સ્ત્રીઓને જોઈ પુરોહિતની વાણી ઉપર શ્રદ્ધાવાળો થઈ રાજા કામદેવને વશ થઈ ગયે. પરંતુ આકારને ગોપવી રાખી તેણીને વિષે જ એકચિત્ત થઈ રાજાએ સ્વાદને જાણ્યા વિના ભેજન કર્યું. ત્યારપછી સુગંધી અને સ્વાદિષ્ટ તાંબુળનો આસ્વાદ કરી, ચંદન, અગરૂ અને કર વિગેરેના અંગરાગથી શુભતે તથા દિવ્ય વસ્ત્ર અને આભૂષણવડે મંત્રીએ સત્કાર કરેલો રાજા તે બને સ્ત્રીઓને વિષે આસકત થઈને પિતાને ઘેર આવ્યો. એકદા અવસરે એકાંતમાં આવેલા પુરેહિતને રાજાએ કહ્યું કે--“હે બંધુ ! મંત્રીની અને પ્રિયાઓનું રૂપ જેવું તેં કહ્યું હતું, તેવુંજ મેં ખરેખર જોયું.” પુરોહિત બોલ્યો–“ભક્તિવાળા નોકરે શું કદાપિ પણ ખોટું બોલીને પોતાના સ્વામીને છેતરે? હવે તે બન્ને સ્ત્રીઓને તમારા અંત:પુરમાં લાવી તમે તમારા આત્માને, અને તે સ્ત્રીઓને કૃતાર્થ કરે.” તે સાંભળી રાજા બોલ્યા કે–આવું કાર્ય હું કેમ કરૂં? કારણ કે મારે પરસ્ત્રીના ત્યાગ નામનું વ્રત છે, તેને ભંગ કરવાથી દુર્ગતિ જ પ્રાપ્ત થાય, વળી અત્યંત અપયશ મળે, મારા કુળની મલિનતા થાય, અને પ્રગટપણે તેમનું ગ્રહણ કરવાથી લકેને અપવાદ પણ વૃદ્ધિ પામે. ગુપ્ત રીતે તેમને ગ્રહણ કરવાને કાંઈ પણ ઉપાય સુજતો નથી. વળી મંત્રી પણ સ્વામીભક્ત એટલે મારા- 1 પગ ધોઈ પૂજા કરવી વિગેરે. 2 ખાવા લાયક ખાજા વિગેરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust