________________ एलक (38) જયાનંદદેવળી ચરિત્ર. કરવાનું શેનું હોય? માત્ર ઉદ્યમ કરીને તમારા અંતઃપુરમાં તેડાવે એટલે થયું. સ્ત્રીઓના સમૂહમાં ઉપમા રહિત એવી તે સ્ત્રીએ પુરૂષોના સમૂહમાં ઉપમા રહિત એવા તમારે જ યોગ્ય છે, પરંતુ વૃદ્ધ થયેલા વિધાતાએ તેમના પતિને યોગ કરવામાં ભૂલ કરી છે. કહ્યું છે કે स्त्रीरत्नं भाति नास्थाने, स्थाने भाति च योजितम् | ऐलकण्ठे मणिघण्टा, भ्राजते न तु गार्दभे // 1 // - “અગ્ય સ્થાને જેટેલું સ્ત્રીરત્ન શોભતું નથી, પણ યોગ્ય સ્થાને જ શોભે છે. હાથીના કંઠમાં મણિની ઘંટા શેભે છે, પણ ગધેડાના કંઠમાં શોભતી નથી.” - તમારું આ ઉત્તમ રૂપ, ઐશ્વર્ય, પરાક્રમ અને રાજ્ય વિગેરે સર્વ જે તે સ્ત્રીઓ તમારી પ્રિયા ન થાય તે નિષ્ફળ છે. શુરવીર પુરૂષ પૃથ્વીપર પણ લક્ષ્મીએ કરીને કેાઈનાં અધિકપણાને સહન કરી શક્તો નથી તે તમારા કિંકરને વિષે પ્રિયાનું આવું અધિકપણું સહન કરતાં તમને કેમ લજ્જા આવતી નથી ? સેવકો સ્વામી કરતાં અધિક મહિમાવાળી સ્ત્રીના ભેગને લાયક જ નથી. તેથી કરીને જ તેઓ પિતાને વેશ, મકાન વિગેરે સર્વ સ્વામીથી ન્યૂન જ રાખે છે. જે આ રીતિને સ્વામીની ભક્તિ અને નીતિથી રહિત એ તે મંત્રી ન જાણતો હોય તો તેની પ્રિયાઓને ખુંચવી લઈ તેને શિક્ષા આપવાને તમે એગ્ય છે.” આ પ્રમાણે તે પુરોહિતની વાણું સાંભળીને રાજાને કામ ઉદ્દિપ્ત થયે, તે પણ “મારે પરસ્ત્રીના ત્યાગ નામનું વ્રત છે, તેને હું લેપ નહીં કરું, પરંતુ તે સ્ત્રીઓને કઈ પણ ઉપાયથી હું ઇશ.”એમ મનમાં વિચારી પુરોહિતને કહ્યું કે -" હું સર્વ ઠીક કરીશ.” એમ કહી તેને રજા આપી. in હવે એક વખત રાજાની અનુમતિથી મંત્રીએ એક નવું ચૈત્ય કરાવ્યું, અને તેમાં મોટા ઉત્સવપૂર્વક જિનેશ્વરનાં બિબો સ્થાપન કર્યા. તે મહત્સવમાં મંત્રી સાધર્મિક વાત્સલ્ય કરતો હતો, તેથી તેણે પિતાને ઘેર રાજાને જમવા આવવા આમંત્રણ કર્યું. તે વખતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust