________________ ચૌદમા સગ. (53) સર્વજો અંત:કરણની પ્રીતિ અને ભક્તિના ઉલ્લાસપૂર્વક તેમને વળાવવા ઘણે ભૂમિ સુધી પાછળ ગયા. એ રીતે તે પિતાની જન્મભૂમિના નગરથી બહાર નીકળ્યા, તે વખતે તેમની સાથે પિતપિતાના સૈન્ય સાથે સાડી બત્રીસ હજાર રાજાઓ હતા, તથા તેજ વખતે આવેલા અસંખ્ય વિદ્યાધર રાજાઓ પણ હતા. તેમજ તેમની પિતાની ચતુરંગ સેના પણ હતી, ચતુર યોદ્ધાઓ તેમની પડખે ચાલતા હતા. એ રીતે આનંદથી તે રાજે પોતાના નગર તરફ ચાલ્યા. તે વખતે પૃથ્વી ઉપર અમારા સ્વામીની તુલનાને પામે એ કોઈપણ નથી " એમ જાણે આઘોષણા કરતા હોય તેમ અસંખ્ય વાજિત્ર એકીસાથે વાગવા લાગ્યા. તે રાજેદ્ર જાણે શત્રુના સમૂહને ત્રાસ પમાડતા હોય અને મિત્રોને આશ્વાસન આપતા હોય તેમ તેણે પૃથ્વીની કુક્ષિને પૂર્ણ કરનારા ઘણું નિર્દોષવડે દિશાઓને પૂરી દીધી. આગળ પ્રયાણ કરતા તે રાજાએ કોઈ અરણ્યમાં આવી નદીને કિનારે ભેજનાદિક કરવા માટે સિન્યનો પડાવ નાંખે. ત્યાં દેવપૂજા વિગેરે સમગ્ર કાર્ય કરી તે રાજાએ ત્યાંથી પિતાના રાજ્યના માનીતા સામેતાદિકને આગ્રહપૂર્વક પાછા વળ્યા. પછી તે રાજા પોતાના સૈન્ય વડે ઉજજડ સ્થાનને વસ્તીવાળું કરતા અને વસ્તીવાળા સ્થાનને ઉજજડ કરતા થોડા પ્રયાણે પોતાના લક્ષ્મીપુર નગરે પહોંચ્યા. ત્યાં મોટા ઉત્સવવડે નગર પ્રવેશ કરીને તે ચકવતી જેવા પૃથ્વીપતિ રાજ્યનું પાલન કરવા સાથે સુખપૂર્વક વાંછિત ભોગ પણ ભોગવવા લાગ્યા. પછી સર્વે ભૂચર અને ખેચર રાજાએ તથા સૈનિકે રાજેદ્રને નમસ્કાર કરી પોતપોતાને સ્થાને ગયા. ભુવનને વિષે એક વીર એવા આ શ્રીજયાનંદ રાજા પૃથ્વીનું રાજ્ય કરતા હતા ત્યારે પાણીને મિષે પણ કઈ જીવ જળચર જીવોની હિંસા કરતા ન હોતે; તથા સ્થળચર અને ખેચર જી પરસ્પરનું વૈર તજી અને વ્યાધ વિગેરેથી ઉત્પન્ન થતા ભય રહિત થઈ આનંદપૂર્વક રહેતા હતા. ગામમાં, પુરમાં, દેશમાં કે બીજા કોઈ પણ તાપસાશ્રમ વિગેરે સ્થાનમાં કોઈ પણ મનુષ્યના અકાળે જન્મ કે મરણ થતા ન હતા, લેણદેણમાં અને રણસંગ્રામમાં કાંઈ પણ અસત્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust