________________ (54) જયાનંદ કેવળી ચરિત્ર. ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. આ પ્રમાણે પોતાના પિતા શ્રીવિજય રાજાને જૈનધર્મમાં રક્ત કરી તે રાજેન્દ્ર ક્રમથી આવેલા તે રાજ્યપર તેમને સ્થાપન કર્યા. શ્રાવિજય રાજ વૃદ્ધ થયા હતા, તે પણ પ્રજાનું નાથપણું સ્વીકારવું એ પણ એક પ્રકારને ઉત્કૃષ્ટ તપ જ છે” એમ ધારી તથા પુત્રની વાણી ઓળંગવા લાયક નથી એમ જાણું તેણે તે રાજ્ય અંગીકાર કર્યું. પછી શ્રી જયાનંદ રાજાને શીધ્રપણે પોતાના રાજ્યમાં જવાની ઈચ્છા થઈ, તોપણ તેમના પિતાએ તેમને કેટલાક દિવસ અત્યંત આગ્રહથી રાખ્યા. તેથી પિતાના ચિત્તને ખુશ કરવા માટે કેટલાક દિવસ ત્યાં રહ્યા. તેમના અ૯૫ કાળ રહેવાથી પણ પ્રજા હૃદયમાં અત્યંત હર્ષ પામી. શ્રીવિજય રાજાએ સર્વ પ્રજાને પણ સર્વજ્ઞના ધર્મમાં પ્રવતવી; અને ઘણી સંપત્તિવાળી રાજ્યલમીવડે તેઓ અત્યંત શોભાને પામ્યા. એકદા શ્રીવિજયરાજાએ કારાગૃહમાં રહેલા અલ્પ અપરાધવાળા કેદીઓને દયાવડે શીધ્રપણે મુક્ત કર્યા. ત્યાં કારાગૃહમાં કારાગ્રહના દુખને અનુભવતે તે દુષ્ટ આશયવાળે સિંહસાર દુઃખકારક અને ખેદના કારણરૂપ વિવિધ પ્રકારના વધ બંધાદિકવડે વારંવાર દુઃસહ અને ઉત્કટ દુ:ખ ઉત્પન્ન થવાથી પિતાના દુષ્કર્મને અત્યંત શેક કરવા લાગ્યો. તેને કેટલેક કાળ ગયા પછી ભાઈને પુત્ર હોવાથી વધ કરવા લાયક નથી, એમ ધારી શ્રીવિજયરાજાએ કારાગૃહમાંથી કાઢી પોતાના દેશથી બહાર કાઢી મૂકો. આ પ્રમાણે કરવાથી તેના રાજ્યમાં શાંતિ થઈ અને શોભા વૃદ્ધિ પામી. એકદા શ્રીજયાનંદ રાજાએ યોગ્ય અવસરે પિતાના પિતા શ્રીવિજયરાજાને ભક્તિથી નમસ્કાર કરીને આદરપૂર્વક જવાની રજા માગી, પોતાની માતા વિગેરેને પ્રણામાદિકવડે પૂજી તેમની પાસે પણ રજા માગી. કેટલાકને વાણવડે. કેટલાકને પ્રેમયુક્ત દષ્ટિવડે અને કેટલાકને વાત્સલ્યવડે આનંદ પમાડ્યો. રાજ્યના માનતા મંત્રી વિગેરેને, વૃદ્ધોને, બીજા પરજનેને, ત્યાંની પ્રજાને તથા સર્વ પ્રજાને હિતવચનવડે ખુશી કરી. એ રીતે કરો સર્વની સંમતિ મેળવીને તે રાજેદ્દે પિતાના નગર તરફ પ્રયાણ કર્યું. તે વખતે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust