________________ ચૌદમો સર્ગ. " (533) મનને તમે સાથે લઈ જઈને મને એકલી નિરાધાર કેમ રાખી છે? હે કરૂણાના નિધાનરૂપ નાથ ! હું માત્ર તમારી જ ભકિતવાળી છું, તમે એકજ મારા શરણરૂપ છે, અને હું તમારી જ કૃપાનું સ્થાન છું, તેથી મારી ચિંતા તમારે જ કરવાની છે. જેમ ચંદ્રિકા ચંદ્રની સહચારી છે, જેમ સૂર્યકાંતિ સૂર્યની સહચારી છે અને જેમ શરીરની છાયા શરીરની સહચારી છે, તેમ હું તમારી સહચારી છું. માટે મારા પર પ્રસન્ન થઈને તમે પોતાની મેળે જ મારા ઉપર સ્વભાવિક કૃપા કરે.’ આ પ્રમાણે હે સૂરદત્ત ! મારા પતિને મારાં વચને તારે કહેવાં. વળી હે સૂરદત્ત ! ત્યાં રહેલા મારા ભર્તારના ક્ષેમકુશળાદિકના સમાચાર જેવા હોય તેવા અને જેવા તું જાણતો તેવા કહે કે જેથી મારા મનમાં સંતોષ થાય.” આ પ્રમાણે રતિસુંદરીના પૂછવાથી તે સૂરદત્ત પણ તેણીના કાનને સુખ ઉપજાવે તેવું તેણીના સ્વામી કુમારરાજનું સર્વ સ્વરૂપ અહીંથી નીકળ્યા પછીનું આ પ્રમાણે આદર સહિત કહી બતાવ્યું. “લક્ષમીપુરના રાજા શ્રીપતિની ત્રણ કન્યાઓનું પાણિગ્રહણ કર્યું, શ્રીપતિએ દીક્ષા લીધી, તેનું રાજ્ય તમારા પતિને મળ્યું, ત્યારપછી તે રાજા વૈતાઢ્ય પર્વત પર ગયા. તેણે ઘણું ઘણું વિદ્યાઓ મેળવી, પવનવેગ નામના વિદ્યાધર રાજાના પુત્રને છોડાવીને તેની ઉપર ઉપકાર કર્યો, તેની પુત્રીનું પાણિગ્રહણ કર્યું, ચકાયુધ નામના બેચરચક્રવતીનો પરાજ્ય કર્યો, તેના તથા બીજા વિદ્યાધરની હજારો કન્યાએનું ઉત્સવ સહિત પાણિગ્રહણ કર્યું. ત્યાંથી પોતાના લક્ષમીપુર નગરમાં આવ્યા, ત્યાં આવીને પોતાના રાજ્યને ભોગવવા લાગ્યા અને સર્વ શત્રુ રાજાઓનો વિજય કરીને ત્રણ ખંડ સાધ્યા પછી પૂર્વે પરણેલી સર્વે સ્ત્રીઓને બોલાવી લીધી.” આ સર્વ હકીકત કહેતાં વચ્ચે વચ્ચે આશ્ચર્ય ઉપજાવે તેવી સેંકડે હકીકતે તથા તે રાજાના પિતા, કાકા અને ભાઈ વિગેરેના અવાંતર વૃત્તાંત સહિત સર્વ સ્વરૂપ તે સૂરદત્ત જેવું સાંભળ્યું હતું અને જેવું જાણતો હતો તેવું પિતાના સ્વામીની પ્રિયા રતિસુંદરીને પ્રસન્ન કરવા માટે કહી બતાવ્યું. તેની પાસેથી પિતાના ભર્તારનું સર્વ ચરિત્ર સાંભળી તે રતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust