________________ (પ૩ર) જયાનંદ કેવળી ચરિત્ર. નથી, તેમજ અત્યંગ, સ્નાન, પુષ્પમાળા, અંગરાગ, અનુર્લપને વિગેરે ક્રિયાવડે કોઈપણ વખત અંગને સંસ્કાર કર્યો નથી. માત્ર હમેશાં આત્માને ઉચિત એ અને શરીર ધારણ થઈ શકે એટલે જ આહાર કર્યો છે, તે વિના બીજું કાંઈપણ કર્યું નથી, અને પતિના પરદેશ જવાથી સતી સ્ત્રીઓ જે આચાર પાળે તે સર્વ આચાર મેં પાળ્યો છે. સેંકડો પ્રયજન પ્રાપ્ત થયાં છતાં પણ તે આચાર મેં તો નથી. હે સૂરદત્ત ! પ્રાયે કરીને આકૃતિ અને ચેષ્ટા વિગેરે તારા ભાવને સમજી જનારી દાસીઓએ તારે માટે જે કર્યું છે તે ઉચિત જ કર્યું છે, કેમકે આજ સુધી મારા ઘરમાં કોઈપણ પુરૂષને પ્રવેશ મેં કરવા દીધું નથી, તો હવે તારી સાથે એક જ આસન પર બેસીને હું શી રીતે ત્યાં આવું? માટે તું તારે સ્થાને જા, અને મારા પતિને જઈને કહે કે તેમના પોતાના આવ્યા વિના હું બીજા કેઈની સાથે નહીં આવું. વળી સારા ભાગ્યવાળા તમે પુણ્યના પ્રભાવથી ઠેકાણે ઠેકાણે મારા જેવી સુંદર રૂપવાળી સેંકડે બીજી કન્યાઓને પ્રિયારૂપ કરી છે, તેમના પ્રેમરૂપી વેગથી વણાયેલા અને ભક્તિની ચતુરાઈરૂપી સુતરથી ઉત્પન્ન થયેલા તેમના પ્રીતિરૂપ પટ (વસ્ત્ર) થી તમે ઢંકાઈ ગયા છે, તેથી હે નાથ ! તમે મને જોઈ શક્તા નથી. તોપણું હે નાથ! માત્ર તમારા દર્શનની અને તમારી સમીપે રહેવાની જ હું પ્રાર્થના કરું છું. જો કે તે બન્ને વસ્તુ જ દિવ્ય ભેગ અને દિવ્ય અશનની જેમ મારે માટે ચિરકાળથી અસંભવિત થઈ છે. હે સ્વામી! હું તે નિરંતર તમારું જ ધ્યાન કરૂં છું, અને તમે તો મને સંભારતા પણ નથી. તમે મૂર્તિ માન કામદેવ છે અને હું રતિ છું, તેથી તમે મને ન તજે. હે નાથ ! તમે જ મારા પ્રાણને ખરીદ કર્યા છે, તેથી તે તમારે જ આધીન છે. તમારા પ્રસાદરૂપી પ્રિતિદાન વિના મારો નિર્વાહ શી રીતે થઈ શકે? હે નાથ !તમારે પ્રસાદ તો દૂર રહો, પણ મારી ચિંતા કરવાને પણ તમે ત્યાગ કર્યો જણાય છે. આ વાત તમને મૂકીને બીજા કેની પાસે કહું? હે મૃગસમાન નેત્રવાળા ! હે નાયક! મનુષ્યોને સર્વ ઇંદ્રિયોમાં એક મનજ સારભૂત હોય છે. તે હે દેવ ! તે મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust