________________ (પ૩૦) યાનંદ કેવળા ચરિત્ર. સુંદરીએ તેને દાસીઓ પાસેટઢ બંધનથી બંધાવ્યો અને તેના માળમાં તપાવેલી લોઢાની સળીવડે આ શ્રી જયાનંદનો દાસ છે એવા અક્ષરે લખાવ્યા; તેમજ ફરીથી કઈ વખત પણ ભૂલાય નહીં એવે, અત્યંત કટુક અને દુસહ એ તેને તિરસ્કાર કર્યો, વળી તેવા અશુભ કર્મનું આવું નિશ્ચિત ફળ સંભળાવી તેને પરસ્ત્રીત્યાગની નિયમ ગ્રહણ કરાવીને મુક્ત કર્યો. પછી બંધનરહિત, સ્વસ્થ ચિત્તવાળો અને હર્ષ પામેલા તેને અન્ય પુરૂષના દર્શનને પણ નિષેધ કરનારી રતિસુંદરીએ પડદાની અંદર રહીને પૂછયું કે-“તું કેણ છે? તારો નિવાસ કયાં છે? અને કયા પ્રજનને લીધે કયા સ્થાનથી તું અહીં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તર આપ.” આવા પ્રશ્ન પૂછવાથી પોતાના આત્માને કૃતાર્થ માનતો તે યથાર્થ રીતે બોલ્યા કે–“હે સ્વામિની ! સાંભળે.-વિજયપુર નામના નગરના નરેન્દ્ર શ્રીવિજય નામે રાજા છે, તેના પુત્રરત્ન શ્રી જયાનંદ નામના રાજા હજારે રાજાવડે સેવવા લાયક છે. અનુપમ લક્ષ્મીવાળા તે રાજા જાણે બીજા સુર્ય હોય તેમ હાલમાં ઉગ્ર પ્રતાપથી તપે છે. સૂર્ય કમળાકરના સમૂહને વિકસ્વર કરે છે, પરંતુ સર્વત્ર મૃદુ કરવાળે તો તે રાજા છે એ આશ્ચર્ય છે. આશ્ચર્યકારક રાજ્યલક્ષમીને ભેગવનાર અને પોતાની ભૂજાપર સમગ્ર પૃથ્વીના ભારને ધારણ કરનાર એવા તે રાજાની નિરંતર સેવા કરનાર હું સૂરદત્ત નામને ક્ષત્રિયપુત્ર છું. હું લક્ષમીપુર નગરમાં રહું છું. તે નગર પોતાની અસમાન સર્વે સમૃદ્ધિવડે મોટા નગરેની પણ સ્પર્ધા કરે છે. તે નગર હાલમાં શ્રી જયાનંદ રાજાની મુખ્ય રાજધાની છે, તેમની સેવા કરવાથી હું નિરંતર સુખી રહું છું. વિદ્યાધર વિગેરેના મુખથી શ્રી જયાનંદનું આદિથી અંત સુધીનું સર્વ વૃત્તાંત મેં સાંભળ્યું છે, હું તેમને ભૂલ્ય છું, તેથી તેમણે મને આદરસત્કારપૂર્વક તમને બોલાવવા માટે મોકલ્યો છે અને તેનાજ દિવ્ય પલંકના પ્રાગવડે વિદ્યાધરની 1 સૂર્ય કમળના સમૂહને અને આ રાજા લક્ષ્મીવંતના સમૂહને વિકસ્વર કરે છે. 2 સૂર્ય મૃદુ કર–કેમળ કિરણોવાળો હોય નહિ, અને આ રાજા તો પ્રજા પાસેથી મૃદુ એટલે અલ્પ કર લેનાર છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust