________________ ચદમ સગ. (પ ) પરંતુ આ પ્રમાણે બોલવાથી તારા પાપનાં ફળને કાંઈ પણ મોક્ષ થવાનો નથી, કારણ કે પાપથી અંધ થયેલા જીને પરભવમાં નરકાદિકનું કટુક ફળ પ્રાપ્ત થાય છે, અને ઘણા જન્મને વિષે મહા દુઃખ સહન કરવાં પડે છે, તેથી તેને અનંત કાળ સુધી દસ્તર દુઃખ પ્રાપ્ત થશે. તેને જે પાપની વાંચ્છા થઈ હતી તેની માત્ર આ વાનકી જ તું જુએ છે. બાકી જેઓ જેવું અને જેટલું કર્મ બાંધે છે, તેઓ તેવું અને તેટલું ફળ પણ ભોગવે છે. જેઓએ જે વખતે જેવું ફળ ધાન્ય કે લતા વિગેરે જે કાંઈ વાગ્યું હોય છે તેઓ તેના પરિપાકનો સમય આવે ત્યારે તેવું અને તેટલું જ લણે છે તથા ભેગવે છે. મનુષ્યને આ ભવમાં કે પરભવમાં જે કાંઈ સુખ દુઃખાદિક પ્રાપ્ત થાય છે, તે સર્વ પોતાના કર્મને અનુસારે જ પ્રાપ્ત થાય છે, તેથી તું જરા પણ ખેદ ન પામ. આ જગતમાં પોતાની ઈચ્છાથી જ કરેલા શુભ કે અશુભ કર્મો ભગવ્યા વિના છૂટકે થાય એમ કેઈએ પણ કહ્યું નથી.” આ પ્રમાણે વારંવાર તેણીને ઉપદેશ સાંભળવાથી તથા નિરંતર પ્રાપ્ત થતા ભય અને વધાદિકથી તે સૂરદત્ત પ્રતિબંધ પામે, તેથી તત્કાળ મનની દુષ્ટતાને તેણે ત્યાગ કર્યો, તેનું મુખ અને નેત્રો તેજવડે દેદીપ્યમાન થયા, તે પોતાની ચેષ્ટાવડે નિંદ્ય કમને શોચ કરવા લાગ્યા, વિનયપૂર્વક તેણીના બે પગમાં પડી વારંવાર તેણને ખમાવવા લાગ્યું, અને છેવટે તેણે અવશ્ય પરસ્ત્રીના ત્યાગને નિયમ અંગીકાર કરવા જણાવ્યું. આ પ્રમાણેની તેની ચેષ્ટાવડે, નમ્રતા ધારણ કરવા વડે અને મુખની દીનતાવડે તેનું મન પરસ્ત્રીથી વિરતિને પામ્યું છે એમ માની દયાળુ, સરળ સ્વભાવવાળી, શિયળ વ્રતવાળી અને સતીઓમાં શિરોમણિ તે રતિસુંદરીએ દાસી પાસે તેને સાંકળ વિગેરેના ઉગ્ર બંધનથી મુક્ત કરાવ્યા તથા તેને ઘણું જ અલ્પ અન્ન અપાતું હોવાથી જીવતાં છતાં પણ જાણે મરેલું હોય તેવા થઈ ગયેલા તેને ઔષધિવડે પ્રથમની જેવા રૂપવાળો પુરૂષ બનાવ્યું. વળી ફરીથી એક વખત તેના દુષ્ટ આચરણ દેખાવાથી તે રતિ 67 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust