________________ ચૌદમો સર્ગ. ( પર૩) પુરૂષોને યોગ્ય નથી. તે પછી તેમને સંગ કરો એગ્ય નથી તેમાં તે શું કહેવું? કેમકે તેઓ તો માતારૂપ કહેવાય છે. તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે–રાજાની પત્ની, ગુરૂની પત્ની, મિત્રની પત્ની, પિતાની સ્ત્રીની માતા અને પિતાની માતા–આ પાંચે માતારૂપ જ છે” હું મન, વચન અને કાયા એ ત્રણે પ્રકારે સતી છું, તેથી હું તેની માતા થાઉં એ યુક્તિયુક્ત છે, તે પણ આ કઈ અધમ પુરૂષ આવા શાસ્ત્રની પણ ઉપેક્ષા કરે છે, તેમજ પોતાના સ્વામી પર દ્રોહ અને મારા પર દુષ્ટ બુદ્ધિનો આદર કરે છે, તેથી ખરેખર સતી સ્ત્રીઓને આવા અન્ય પુરૂષે વિશ્વાસ કરવા લાયક નથી. કહ્યું છે કે –“અંતઃકરણમાં દુષ્ટ બુદ્ધિવાળા, પાપી, દયા વિનાના, લજજા રહિત, નિરંતર કેપ કરનારા, વ્રતને લેપ કરવામાં પણ ભયને નહીં પામનારા, ખાડામાં રહેનાર મુંડની જેમ હમેશાં નિઃશૂક થઈ કામને વિષે આસક્ત રહેનારા, ક્રોધાદિક કષાયવાળા, મૃષા વચન બોલવામાં નિપૂણ, ઘૂત રમવાના વ્યસનવાળા, ધૂર્તતા કરનારા, બીજાને કષ્ટ આપવામાં રસી આ, વિકથા કરવામાં રસવાળા, શુદ્ધ ધર્મને વિષે રસ રહિત, પુણ્ય રહિત, સ્વાર્થ સાધવામાં તત્પર, પરવસ્તુમાં લુબ્ધ, પરસ્ત્રીને જોઈને ક્ષેભ પામનારા, શઠતાને ધારણ કરનારા, પરોપકાર કરવાથી વિમુખ, દુરાચાર સેવવામાં તત્પર અને પરસ્ત્રીઓને વિષે ખુશામતનાં વચનને વિસ્તાર કરવામાં હુંશિયાર, આવા દોષવડે અને દુર્દશાવકે આત્માને દુષિત કરનારા તથા અધમાધમ શિયળવાળા પુરૂષોની સંગતિ કરવી સારી નથી.” વળી “આ દુર્ણ બુદ્ધિવાળો, કામાંધ અને ધર્મ રહિત પુરૂષ એટલું પણ નથી જાણતા કે સતીઓનું ચરિત્ર ત્રણ લોકમાં આશ્ચર્યકારક અને અત્યંત ઉત્તમ હોય છે, કેમકે મહાસતીઓ પ્રાણુત કષ્ટ આવે તોપણ પોતાના શિયળનો લેપ કરતી નથી, અને અગ્નિની જવાળાની જેમ તે સતીઓ પરપુરૂષના હસ્તના સ્પર્શને પણ સહન કરતી નથી. તે સતીઓ મૃત્યુને અંગીકાર કરે છે, તથા શરીરની પીડાને સહન કરે છે, પરંતુ સ્વપમાં પણ અસતીપણાની કથાનો સ્પર્શ કરનારી થતી નથી. જેમ રત્નના દીવાની શિખા ઘરને મલિન કરતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust