________________ (પર૨ ) જયાનંદ કેવળી ચરિત્ર જાણે સાક્ષાત્ કામદેવ હોય તેવા તેને જોઈ દ્વારનું રક્ષણ કરનાર દાસીએ જઈને રાણુને તેના સમાચાર આપ્યા, એટલે તે સતા તેને અંદર લાવવા કહ્યું. દાસીના કહેવાથી તે સૂરદત્ત તેના દ્વારના મધ્યે રહેલી ચિત્રશાળામાં આવ્યું. તેને દાસીએ આસન પર બસાડ્યો. તે વખતે તેણે તે દાસીના હાથમાં અર્ધ કરેડ દ્રવ્યનાં ના આપ્યાં. તેના કહેવાથી તે દાસીએ જઈને તે દ્રવ્ય પોતાની સ્વામિનીને આપવું. પછી બંને વખતનું ધન એકઠું કરવા માટે રાતસુંદરીએ પહેલું આવેલું ધન પણ દાસીની પાસે ત્યાં મંગાવ્યું : તે સર્વ ધન એકઠું કરીને રતિસુંદરી જુએ છે તો અત્યંત તેજસ્વી અને ડાઘ વિગેરે દોષ રહિત એકલાં રત્ન જ તેણે જોયાં. તે જોઈને રતિસુંદરી કાંઈક હર્ષ પામી તેમજ અત્યંત વિસ્મય પામી અને વિચારવા લાગી કે—“અહો! આ રત્ન પૂર્વે નહીં જોયેલાં છતાં જાણે પૂર્વે જેયાં હોય એમ ભાસે છે. બરોબર યાદ આવે છે કે-આવા જ રત્નો મારા પતિ પાસે હતાં. રક્ત વિગેરે વર્ષોવડે, ગોળ વિગેરે આકારવડે, જાણે સૂર્યમંડળથી પ્રાપ્ત થયા હોય તેવા ગાઢ પ્રસરતા તેજના સમૂહવડે અને બીજા પણ સિનગ્ધત્વાદિક અનેક ગુણો વડે યુક્ત એવા જે રતનસમૂહને મેં મારા પતિ પાસે જે હતો, તે જ આ રત્નસમૂહ દેખાય છે. તેવા જ વર્ણાદિક ગુણવાળા આ સર્વે સારભૂત રત્ન જાણે તેજ સમૂહમાંથી અહીં આવ્યાં હોય એમ મને ભાસે છે; તેથી મારા પતિએ જ મને બોલાવવા માટે પોતાના કોઈ પુરૂષને ઘણું રત્ન આપીને અહીં મોકલ્યા જણાય છે. તેમના આપેલા રત્નો લઈને કઈ પણ તેનો સુભટ અહીં આવ્યું જણાય છે, અને મને જોઈને તે ચિત્તમાં ક્ષોભ પામ્યો જણાય છે, તેથી તે મારે વિષે લુબ્ધ થઈ આવી વિરૂદ્ધ ચેષ્ટા કરે છે. આ પુરૂષ દુષ્ટ બુદ્ધિવાળે, સ્વામીનો દ્રોહ કરનારે, અત્યંત પાપી, પાપની ભૂમિરૂપ નરકમાં પડવાવાળે અને સર્વ જનમાં અધમ જણાય છે. શું મૂખશિરોમણિ એવો આ દુષ્ટ એટલું પણ નહીં જાણતો હોય કે આ જગતમાં સર્વ પરસ્ત્રીઓ સર્વ પુરૂષને તજવા યોગ્ય છે? તેમાં પણ જે રાજાની સ્ત્રી હોય તેમને તે દર્શન કરવું તે પણ અન્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust