________________ (18); જયાનંદ કેવળી ચરિત્ર. પણ તેવું જ સુંદર છે. જેમ દીપની રેખા કાંચનની લક્ષમીને ધારણ કરે છે, તેમ આ તારી કાયા કાંચન લક્ષમીને ધારણ કરે છે, તેથી તેમાં યુવાન પુરૂષનાં મન તત્કાળ પતંગની જેમ ઝંપલાય તેવું છે. સ્વભાવથી જ રમણીય આ તારાં સર્વ અંગે સાંદવડ સાકરવડે તાજા દૂધની જેમ અત્યંત શોભે છે. આવી દુર્લભ એવી તારા અંગને અનુસરતી સર્વ સામગ્રી જે તને પ્રાપ્ત થઈ છે, તો તેને તું કેમ કતાથ કરતી નથી ? તે સામગ્રી પોતાના પતિના સંયેગથી જ સાર્થક થાય છે, પરંતુ તે કામનિ ! તે તારો પતિ કયાં છે ? તે જીવત છે કે મરી ગયા છે તે કાણ જાણે છે? માટે કઈ મનવાંછિત ન પતિ તું કરી લે. શાસ્ત્રમાં કહ્યું છે કે–પતિ પ્રવૃજિત થયો હોય, નપુંસક હોય, નાશ ગયે હોય, ધર્મ કે જ્ઞાતિથી ભ્રષ્ટ થયે હોય, અથવા મરણ પામ્યા હોય–આ પાંચ આપત્તિ આવે ત્યારે સ્ત્રીઓએ બીજે પતિ કરવા.' આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલું હોવાથી કુળવંત સ્ત્રીઓને પણ તેમ કરવાથી કાંઈ અપયશ કે દૂષણ લાગતું નથી, તે બીજી સ્ત્રીઓને ન લાગે તેમાં શું કહેવું ? માટે તું તો ગણિકાની પુત્રી છે, તેથી તારે તેમ કરવું એ મને ગ્ય લાગે છે. એમ કરવાથી બાધારહિતપણે તારા સ્વાર્થની સિદ્ધિ થશે, માટે તું તે પ્રમાણે કર.” આ પ્રમાણે તે માયાસ્ત્રીએ કહેલી નવો પતિ કરવાની વાર્તાવડે તે સતી પોતાના ચિત્તમાં જાણે શક્તિનો પ્રહાર થયો હોય તેમ પીડા પામી, તેથી તેણીએ તેને બહુ જ ધિક્કાર આપે. તે સાંભળી માયાસ્ત્રીએ કપટથી વાત ફેરવી નાંખીને તેને કહ્યું કે“હે સખી ! હું કાંઈ તારા શત્રુરૂપ નથી, પરંતુ તારા સતીપણાની પરીક્ષા કરવા માટે સખીપણાના સંબંધથી આવું મુધા (ફોગટ) વચન બોલી છું, છતાં આવાં મારાં વચનથી જે તારા મનમાં દુ:ખ થયું હોય અને તેટલા કારણથી જ તું મારા સખીપણાને ત્યાગ કરતી હો, તે હે સુંદરી! આ એક મારા અપરાધની તું ક્ષમા કર.” આ પ્રમાણે તે માયા સ્ત્રીના હાસ્યયુકત મુખથી કહેલાં, અને શાંતિને . સુવર્ણની. 2 કેઈ અપૂર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust