________________ ચૌદમો સર્ગ. (517) કથા વિગેરેવડે મારા મનને વિનેદ આપવો.” આ પ્રમાણે રતિસુંદરીની વાણીવડે હર્ષ પામેલી તે માયાસ્ત્રી હમેશાં તેણીને ઘેર જવું આવવું કરવા લાગી; તથા પોતાને ઘેર આવીને પુરૂષષે સમગ્ર ચેષ્ટા કરવા લાગી. તે રતિસુંદરીના મનહર રૂપને સંભારી સંભારીને તથા તેણીને ઘેર જાય ત્યારે સાક્ષાત્ તેણીનું રૂપ જોઈ જોઈને તે સૂરદત્ત પુરૂષ હોવાથી અધિકાધિક કામદેવની પરાધીનતાને પામવા લાગે. હવે તે સૂરદત્ત ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે–“શું એવું મારું કર્મ હશે કે જેથી એકવાર પણ આ રતિસુંદરીના સંગમનું સુખ મને પ્રાપ્ત ન થાય?” આવા આવા વિચારથી તેના સંગમના મનેરથવાળી તે માયાસ્ત્રી તેનેજ ઘેર ઘણે વખત રહેવા લાગી, અને વિવિધ પ્રકારની કળાઓ વડે તેણીના મનને અધિક અધિક હર્ષ આપવા લાગી. તેમજ ધર્મકથા કહેતી વખતે ઉત્કૃષ્ટ રસને વિસ્તારતી તે વચ્ચે વચ્ચે કામકથા પણ કહેવા લાગી. તેથી ક્ષીરનું ભજન કરનારાને પણ જેમ વચ્ચે વચ્ચે શાક દાળ વિગેરે અન્ન પણ ખાવાની રૂચિ થાય, તેમ (અથવા તે હમેશાં અંતપ્રાંત આહાર કરનારા મુનિઓને પણ કોઈ વખત ક્ષીરના આહારની રૂચિ થાય તેમ) તે માયાસ્ત્રીની કામક્તિ વડે યુક્ત ધર્મના અર્થવાળી વાણું પણ અનુક્રમે તે રતિસુંદરીને રૂચિકર થવા લાગી. તે માયાસ્ત્રીએ રમણીય, પ્રશંસા કરવા લાયક, ધર્મના તત્વ સહિત, રૂચિવાળા અને ઉચિત વચનવડે તે રતિસુંદરીના મનને ધીમે ધીમે રસવડે વૃદ્ધિ પમાડયું. જેમ જેમ તેની વાણીવડે તે રાણું હૃદયમાં પ્રસન્ન થવા લાગી, તેમ તેમ તે રાણી તેને અધિક માન આપવા લાગી અને તે માયાસ્ત્રીની વાણી તે રાણીના હૃદયમાં અખ્ખલિતપણે પ્રવેશ કરવા લાગી. એકદા તે માયાસ્ત્રીએ રતિસુંદરી રાણીને કહ્યું કે–“હે સખી! કામદેવે શસ્રરૂપ કરેલું આવું તારૂં વૈવન યુવાનોને આનંદ પમાડે તેવું છે, અને વિશ્વની સ્ત્રીઓને જીતનારું આ તારૂં મનહર રૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust