SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમે સર્ગ, (51) ગુણવાળી હજાર કન્યાઓ તેને આપી, તે સર્વને તે પરણ્યા. “સર્વ નદીઓનું સ્થાન સમુદ્ર જ હોય છે. તે સર્વ કન્યાઓમાં જે મનેહર રૂપવાળી કન્યાઓનું તેમણે પાણિગ્રહણ કર્યું હતું તે સર્વ મુખ્ય પટ્ટરાણીઓ થઈ. તેમને તથા બીજી સર્વ પ્રિયાઓને રાજાએ યેગ્યતા પ્રમાણે પરિવાર અને ગરાસ વિગેરે આપ્યું. પછી રાજાએ ચકવેગ વિગેરે વિદ્યાધર રાજાઓને સત્કાર કરી વિદાય કર્યો; એટલે તેઓ સર્વે તેનું સેવકપણું સ્વીકારી પોતપોતાના રાજ્યમાં ગયા. હવે જ્યાનંદ રાજાને હજારો પ્રિયાઓ સેવતી હતી, તે પણ હદયમાં રતિસુંદરી પ્રિયાનું મરણ થવાથી તેને કોઈ પણ પ્રીતિ ઉત્પન્ન થતી નહોતી; છતાં તેની માતા ગણિકા હોવાથી તેણીના સતીવ્રત વિષે તેને કાંઈક શંકા હતી. વળી ઘણા કાળથી તેને ત્યાગ કર્યો હતો, તેથી પરીક્ષા કર્યા વિના તેણીને લાવવાની તેમને ઈચ્છા થતી નહોતી. તેથી તે રાજાને એક સૂરદત્ત નામને મિત્ર હતા, તે રૂપ, લાવણય, કળા અને યુવાવસ્થાથી શોભતો હતો અને અત્યંતર વિશ્વાસનું સ્થાન હતું. તેને તેમણે કહ્યું કે –“રતિસુંદરીને સતીપણાની સારી રીતે પરીક્ષા કરીને તું અહીં લઈ આવ.” એમ કહી તેને ઘણું દ્રવ્ય આપી આકાશગામી પથંકમાં બેસાડી વિદાય કર્યો. તે સુરદત્ત પણ અનુક્રમે રત્નપુર નગરમાં ગયો. ત્યાં ધનવડે સર્વ પરિવાર મેળવી રતિમાલાના ઘરની પાસે એક ઘર ભાડે લઇને રહ્યો. પછી તેણે વિચાર કર્યો કે -" અહો ! સ્વામીને રાગ અસ્થાને જણાય છે કેમકે ગણિકાની જાતિમાં શિયળ કયાંથી જ હોય? તેથી તે રતિસુંદરીને તો હું એક ક્ષણવારમાં જ સતીપણાથી ભ્રષ્ટ કરીશ.” એમ વિચારી તેણે રતિમાલાની એક દાસીને ધનના દાનવડે વશ કરી પૂછ્યું કે––“તારી સ્વામિનીના ઘરમાં કોઈ પુરૂષવર્ગનું ગમનાગમન કેમ દેખાતું નથી ?" ત્યારે દાસી બોલી કે–“શ્રીવિલાસ નામના કેઈ કુમાર અમારી સ્વામિનીની રતિસુંદરી નામની પુત્રીને પરણી ગયા છે, તે લગ્નમહોત્સવમાં અહીંના રાજાએ તેને આઠ નગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy