________________ (512). જ્યાનંદ કેવળી ચરિત્ર. તેમણે હર્ષ થી તામ્રપર્ણી નદીના અને સમુદ્રના સારભૂત મુક્તાફળ વિગેરે ઉત્તમ વસ્તુઓ રાજાને ભેટ કરી. ત્યાંથી તેના સૈનિકોએ લાખ જાતિવંત અશ્વો, હજારે ઉત્તમ હાથીઓ, ચંદન, એલાયચી અને મરી વિગેરે ઘણી વસ્તુઓ ગ્રહણ કરી. પછી દર્દૂ, મલય અને સહ્ય એ પર્વતને તેમજ કેરલ વિગેરે દેશોને ઓળંગી તે રાજા પશ્ચિમ દિશામાં ગયા. ત્યાં પણ તેમણે સાંખ્યાદિક જાતિમાં ઉત્પન્ન થયેલા પારસિકાદિક રાજાઓની સાથે યુદ્ધ કરી તેમને વશ કરી લીધા, એટલે તેઓએ સારભૂત સર્વ ઉત્તમ ઉત્તમ વસ્તુઓની ભેટ કરી. પશ્ચિમ દિશામાં જવાથી સૂર્ય પણ મંદ તેજવાળે થાય છે, પરંતુ આ રાજા તો કોઈ નવીન સૂર્ય હતા, કે જેથી તે પગલે પગલે મહા તેજસ્વી થતા હતા. પછી શત્રુનું મંથન કરનાર તે કુમારરાજે અનુક્રમે ઉત્તર દિશાને પણ સાધી. ત્યાં હૂણ અને કાંબેજ વિગેરે દેશના રાજાઓ તેની સાથે યુદ્ધ કરતાં પરાભવ પામ્યા. તેથી તેમણે સારભૂત હાથી, અશ્વ, દ્રવ્ય વિગેરે ઉત્તમ સામગ્રીની તેમની પાસે ભેટ મૂકી, તેમને નમસ્કાર કરી તેમની સેવા કરવાનું અંગીકાર કર્યું. પછી હિમાચલ પર્વત સુધીના કૈલાસ વિગેરે પર્વતોના રાજાઓને જીતી લીધા. આ રીતે સર્વ શત્રુઓને પરાભવ કરી તે કુમારરાજ ત્રણ ખંડના અધિપતિ થયા. આ પ્રમાણે પરાભવ પામવાથી નમેલા સર્વ રાજાઓ અને મોટા સૈન્ય સહિત કુમારરાજે સુખેથી પાછા વળી મેટા ઉત્સવ પૂર્વક પોતાના નગરમાં પ્રવેશ કર્યો. - આ પ્રમાણે ત્રણ ખંડને સાધી તે શ્રી જયાનંદ કુમારરાજ પિતાના નગરમાં આવ્યા. ત્યાં સર્વ રાજાઓએ અને સર્વ વિદ્યાધરરાજાઓએ મળીને દેવે જેમ ઇંદ્રને અભિષેક કરે તેમ તેમને અર્ધચક્રવતી પણાનેર અભિષેક કર્યો. આ પ્રમાણે અભિષેકના ઉત્સવ સંપૂર્ણ થયા, ત્યારે તે કુમારરાજેન્દ્ર પ્રસન્ન થઈ જેમ ઘટે તેમ સર્વને રાજ્ય અને ગરાસ વિગેરે આપ્યું. સર્વ રાજાઓએ શ્રેષ્ઠ 1 આ શાશ્વત સુલ હિમવંત પર્વત સમજવો નહીં. 2 આ અર્ધચક્રીપણું વાસુદેવ રૂપને સમજવા. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust