________________ - દ્વિતીય સર્ગ. (31) પ્રકારની રાજાની વાણીથી જાણે વીંછીથી ડસા હોય તેમ પીડા પામેલે વસુસાર પુરોહિત અવસર જાણુને બોલ્યા કે –“હે સ્વામી ! આ ધૂર્ત તાંબરે પોતેજ કુશાસ્ત્રવડે ઠગાયા છે, તેથી તેઓ ઇંદ્રજાળ વિગેરેની કળાવડે આ મુગ્ધજનને ઠગે છે. માત્ર બેટા અભિમાનથી લેકમાં પૂજાવા-મનાવાની ઈચ્છાવડે જ પ્રાપ્ત થયેલા ભોગોનો ત્યાગ કરાવે છે અને વિવિધ પ્રકારના તપ કરાવે છે. કારણ કે જ્યાં જીવજ નથી, ત્યાં પુણ્ય–પાપ તો કયાંથી જ હોય? વળી પરલોકનો અભાવ હોવાથી તે પુણ્ય-પાપનું શુભાશુભ ફળ કયાં મળે? તેથી કરીને પાપથી ઉત્પન્ન થતા પલેકના દુઃખના ભયથી આ લેક ફેગટજ ભય પામે છે અને પુણ્યથી થતા પહેલેકના સુખને મેળવવા માટે ફગટ કલેશ પામે છે. આ જગત જેટલું ઇન્દ્રિયને પ્રત્યક્ષ છે તેટલું જ છે. હે મનહર નેત્રવાળી! તું ખા અને પી. હે શ્રેષ્ઠ શરીરવાળી! જે ગયું તે તારું નથી. હે બીકણ! ગએલું પાછું આવતું નથી. આ કલેવરશરીર માત્ર પંચ મહાભૂતના સમુદાય રૂ૫ જ છે. તેથી પરલેકના સુખની આશા વડે આ ભવમાં પ્રાપ્ત થયેલા સુખને ત્યાગ કરી તપ કરનાર મનુષ્ય શિયાળની જેમ બન્નેથી ભ્રષ્ટ થાય છે. કહ્યું છે કે–જેમ કઈ શિયાળ પ્રાપ્ત થયેલા માંસને કાંઠે મૂકી માછલાને મેળવવા શીધ્રપણે દોડ્યો, તેમાં માછલાએ તત્કાળ જળમાં પ્રવેશ કર્યો અને માંસને ગીધ પક્ષી લઈ ગયો. તે જ પ્રમાણે આ ભવમાં પ્રાપ્ત થયેલા વિષયસુખનો ત્યાગ કરી જેઓ પરલોકના સુખના લાભ માટે દોડે છે, તે મનુષ્યો બને લેકના સુખથી ભ્રષ્ટ થઈ તીવ્ર તપ અને વ્રતાદિકવડે કષ્ટ ભેગવી પિતાના આત્માને જ છેતરે છે એ આશ્ચર્ય છે.” આ પ્રમાણે કર્ણને વિષે સોયના જેવું પુરોહિતનું વચન સાંભળી ગંભીરતાથી ક્રોધને દબાવી રાજાએ મંત્રીના મુખ તરફ દષ્ટિ નાંખી. ત્યારે સર્વ વિદ્વાનોમાં અગ્રેસર એવા મંત્રીએ તે પુરોહિતને કહ્યું કે–“હે મૂઢ ! પિતાના જ અનુભવથી સિદ્ધ થઈ શકે તેવા જીવને તું કેમ એળવે છે? જેમકે શરીર દુઃખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust