________________ (30) જયાનંદ કેવળી ચરિત્ર છે. તથા બને ધર્મવાળાની જઘન્ય ગતિ પહેલા દેવલોકમાં થાય છે. તેથી કરીને શકિત પ્રમાણે આ બેમાંથી કોઈ એક ધર્મની આરાધના પ્રયત્નપૂર્વક કરવી. આ ધર્મને સાધનારી મનુષ્યત્વદિક સામગ્રી પ્રાપ્ત થવી તે પણ અત્યંત દુર્લભ છે.” - આ પ્રમાણે તે મહર્ષિએ વિસ્તારથી ધર્મનું તત્ત્વ કહ્યું, ત્યારે રાજાએ તત્ત્વદષ્ટિથી શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. બીજા ઉચ્ચ કુળના ઘણુ મનુષ્યએ સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા ગ્રહણ કરી, કેટલાકે શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને કેટલાકે સમતિ પ્રાપ્ત કર્યું. ત્યારપછી જેમણે પ્રથમથી જ શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતે એવા મંત્રી વિગેરે સહિત રાજા અને બીજા મનુષ્યો તે મુનીશ્વરને નમી હર્ષ પામતા પિતપોતાને સ્થાનકે ગયા. એટલે જેને ઘણે પરિવાર થયો છે એવા તે જ્ઞાની મુનિએ અન્યત્ર વિહાર કર્યો. કારણ કે વિશ્વને ઉપકાર કરવાની ઈચ્છાવાળા મહાત્મા સૂર્યની જેમ એક ઠેકાણે રહેતા જ નથી. આ વખતે વસુસાર નામનો રાજાને પુરોહિત રાજાની આજ્ઞાથી અહીં આ જ્ઞાની મુનિ પાસે આવ્યો હતો, છતાં તેણે નાસ્તિકપણાનો ત્યાગ કર્યો નહીં. કારણ કે “અસાધ્ય વ્યાધિમાં વૈદ્ય શું કરે?” રાજા તો મંત્રીના સંગથી જૈનશાસ્ત્રોને અભ્યાસ કરી સ્વદર્શન અને અન્ય દશનના તત્વને જાણનાર થઈ અનુક્રમે ધર્મને વિષે દઢ અને સ્થિર થયા. એકદા મંત્રીઓ, સામંતો, શ્રેષ્ઠીઓ અને સેનાપતિ સહિત દેદીપ્યમાન અલંકારને ધારણ કરતો, ઈદ્ર સમાન કાંતિવાળે અને ઉજવળ છત્ર તથા વીંઝાતા ચામરોવડે શોભતો રાજા લક્ષમીવડે સુધર્મા સભાને જીતનારી પિતાની સભામાં મણિના સિંહાસન ઉપર બેઠે હતો. તે વખતે ત્યાં વિચિત્ર પ્રકારની કથા વાર્તા પ્રસ- - રવા લાગી. તે સમયે રાજાએ સાધુ અને શ્રાવકના ગુણોની આ પ્રમાણે પ્રશંસા કરી “અહો ! મુનિમહારાજા વિગેરેને ધન્ય છે કે જેઓ પોતાના દેહને વિષે પણ મમતા રાહત થઈ પરલોકના હિતને માટેજ બાર પ્રકારને તપ કરે છે. આવા બેઠા હતા તે સમયે એક મુનિ મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust