SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ (480 ) જયાનંદ કેવળ ચરિત્ર. અગ્નિજવાળા નાશ પામી અને તેમનું બળ હણાઈ ગયું. તેથી તે બન્ને વિરામ પામી પોતપોતાના સ્વામી પાસે પાછાં ગયાં. પછી ચક ક્રિીએ રાજાના સૈન્યમાં તામસાસ્ત્ર મૂકયું. તેનાથી મેઘ સહિત ગાઢ અંધકારવાળી અમાવાસ્યાની રાત્રી જેવું થઈ ગયું. તેથી સ્વપરના વિભાગ જાણ્યા વિના મહાસુભટે યુદ્ધ કરવા લાગ્યા, તેઓ પરસ્પરના તથા શત્રુઓના સુભટને પણ દૂર આયુધવડે હણવા લાગ્યા, તે જ પ્રમાણે મોટા હાથીઓ પરસ્પર અફળાઈ અફળાઈને પડેલા લાગ્યા, અશ્વો બીજા અશ્વોનું મર્દન કરવા લાગ્યા, અને રાવડે ૨થા ભાંગવા લાગ્યા. તેવામાં રાજાએ ભાનવીય શસ્ત્રવડે ઉદ્યોત કયો, તે ઉદ્યોતની પાસે સહસ્ત્ર કિરણવાળો સૂર્ય પણ લજજાનું સ્થાન થઈ ગયા. પિતાના તંત્રનો તિરસ્કાર થવાથી રાજા અત્યંત ક્રોધ પામ્યા, અને તેથી તેણે મોટા બળવડે ચોતરફ એવી બાણવૃષ્ટિ કરી કે જેથી તે ચક્રવતી ધનુષ્ય પકડવાને કે તેના પર બાણ સાંધવાને પણ શક્તિમાન થયા નહીં, અને તેજ રહિત થયેલા તેનું બખ્તર તથા માથાને ટેપ છેદાઈ ગયા. જયાનંદ રાજાએ શત્રુના સૈન્યમાં કેટલાક વીરેનાં મસ્તકે છેદી નાંખ્યાં, તે જાણે ભૂખ્યા થયેલા યમરાજને માટે કેળીઆ તૈયાર કર્યા હોય એમ પૃથ્વી પર પડ્યા. તે રાજાએ ઘણા હાથીઓને પૃથ્વીપર પાડી દીધા, તે હાથીઓએ પરાક્રમનું આલેખન કરી રાજા તરફ દોડતા કેટલાક રથીઓને વિન્ન કર્યું તેમજ રક્ષણ પણ કર્યું. રાજાના બાણોથી હણાયેલા કેટલાક સુભટ મૂચ્છિત થઈ પૃથ્વી પર પડ્યા હતા, તેઓ માંસ ખાવા માટે લુબ્ધ થયેલા ગીધ પક્ષીઓની પાંખોના વાયરાથી સચેતન થતા હતા. તે રાજાએ આ તરા રહિત ચોતરફ પ્રસરતા બાણોના સમૂહવડે બનાવેલા મોટા કારાગૃહમાં શત્રુનું સૈન્ય નાંખી દીધું હોય તેમ દેખાતું હતું. વિદ્યાધરચક્રવતીના સૈન્યમાં એ કઈ રાજા, પતિ, વૈદ્ધો, ઘાડી કે હાથી નહોતો કે જે રાજાના બાવડે અંકાયે ન હોય. આવા બળવાન રાજાની સાથે તે ચકીએ વૈર કર્યું, તે બાબત પોતાના સ્વામીની નિંદા કરતા તે ચક્રીના સૈનિકે ચકીને મૂકીને નાશી ગયા કેમકે સર્વને જીવિત પ્રિય હોય છે. ખેચરચકીને રાજાએ સેંકડીવાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy