________________ તેરમે સગ (47) બન્નેના રથ ગદાના ઘાતવડે ભાંગી ગયા, એટલે તે બન્ને સુભટેએ ક્રોધથી બાહુબાહવી અને મુષ્ટામુખીનું યુદ્ધ કર્યું. પછી ચકીએ રાજાપર મોટું વૃક્ષ મૂકયું, તેને તેણે ક્રોધવડે દાંત પીસીને મહાવૃક્ષવડેજ પીસી નાંખ્યું. પછી તે બન્નેએ દઢ આઘાતપૂર્વક મહા શિલાવડે યુદ્ધ કર્યું. તે શિલાને પરસ્પર પીસી નાંખવાથી તેની જે ધૂળની વૃષ્ટિ થઈ તેને માણસ ઉત્પાત માનવા લાગ્યા. પછી ચકીએ વૃક્ષો સહિત એક પર્વત ઉપાડી રાજા ઉપર મૂક્યો, તેને રાજાએ તત્કાળ કામાક્ષા દેવીએ આપેલા મુદ્દગરવડે ચૂર્ણ કરી નાખે. રાજાએ ચૂર્ણ કરેલા તે પર્વતના પત્થરના ટુકડાઓ ભૂમિપર પડ્યા, તેને લોકોએ અકાળે થતી કરાની વૃષ્ટિ ધારી; અને પીસી નાંખેલા વૃક્ષ ઉપરથી પુષ્પોના સમૂહો નીચે પડ્યા, તેથી દેવોએ હર્ષથી કરેલી પુષ્પવૃષ્ટિમાં વધારે થયે. આવી રીતે ભયંકર યુદ્ધથી પણ શત્રુ જીતી શકાય તેમ નથી એમ ધારી શકીએ વિદ્યાવડે કરેલા રથમાં બેસી રાજા ઉપર અગ્નિની જવાળાવડે ભયંકર એવી મહાશકિત મુકી. તે વખતે જેમ મુનિ અનિત્ય ભાવનાવડે સંસારની તૃષ્ણને છેદે તેમ વિદ્યાએ આપેલા રથમાં બેઠેલા રાજાએ સામી શક્તિવડે તે શક્તિને ભેદી નાંખી. ત્યારપછી વિદ્યાધરચકવતીએ અગ્નિ જ્વાળાવડે વ્યાત એવું દેદીપ્યમાન ચક રાજાપર મૂક્યું. તેને જોઈને જ ભય પામેલા સર્વ સૈનિકે એ પિતાનાં નેત્રો બંધ કર્યા. તે ચકને આવતું જેમાં રાજાએ પણ દેવતા સંબંધી પ્રતિચક્રને તેની સામે મૂકયું, એટલે પ્રલયકાળના મેઘની જેવા ગરવ કરતા તે બન્ને ચકો પરસ્પર અફળાયા. જેમ જેમ તે બન્ને ચકો પરસ્પર અફળાઈને યુદ્ધ કરતા હતા, તેમ તેમ તે ચકોની અગ્નિજવાળાવડે આકાશ જાણે બળતું હોય તેમ દેખાતું હતું. તે ચકોમાંથી અગ્નિના તણખા (કણિયા) ઉડતા હતા, તેથી બળવાને ભય પામેલા દેવતાઓ સંગ્રામ જેવાનું કૈતુક મૂકીને બૂમ પાડી નાશી ગયા. ગીધ પક્ષીઓની જેમ વારંવાર ઉંચે ઉડતા અને નીચે પડતા તથા પરસ્પર અફળાતા તે બનને ચકોએ કેને આશ્ચર્ય ન પમાડ્યું ? આ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કરતા તે બન્ને ચકોના આરા ભાંગી ગયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust