________________ (44) જયાનંદકેવળી ચરિત્ર. હોય તેમ મહા રણસંગ્રામમાં ગર્વથી ઘોર ગર્જના કરી આકાશને પણ ગજાવવા લાગ્યા. તે વખતે શરીર અને બખ્તર વિગેરેને ભેદનારા તેમના બાણો ઉડવા લાગ્યા, અને કેટલાક જેનારા ચદ્ધા એવા ભયથી રક્ષણ રહિત થયેલા પ્રાણે પણ ઉડવા લાગ્યા. તે વખતે બન્ને સૈન્યના બીજા સિનિકો પણ શત્રના સૈનિકોને પરસ્પર નામ ગ્રહણ કરી કરીને મોટા આગ્રહથી યુદ્ધને માટે બોલાવવા લાગ્યા. આ પ્રમાણે બને સૈન્યમાં રહેલા કોડે સુભટ હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરી યુદ્ધ કરવા માટે સામસામા પ્રાપ્ત થયા. હવે પવનવેગની સાથે અસમાન કોપથી અત્યંત દુર્ધર અને વિશ્રાંતિનું અસ્થાન એવું ચકવેગનું મહાયુદ્ધ થયું. તેમાં જેમ મર્મનું વચન હદયને ભેદે તેમ ચકવેગે પવનવેગના ધનુષ્યને ભેજું, એટલે પવનવેગે નવું ધનુષ્ય લઈ તપ જેમ કર્મને છેદે તેમ તે ચકવેગનું ધનુષ્ય છેવું. દુબુદ્ધિવાળા બે ભાઈઓ જેમ દુર્વચનવડે સ્નેહને ભાગે તેમ તે બન્નેએ એકી સાથે બિંદિપાળવડે પરસ્પરના રથ ભાંગી નાંખ્યા. પછી ચકવેગ ગદા ઉપાડી પવનવેગ તરફ દેડ્યો ત્યારે તે પવનવેગે પણ પથ્થરવડે પથ્થરને ભાંગે તેમ ગદાવડે તેની ગદાને ચૂર્ણ કરી. પછી હાથી જેવા તે બન્ને દ્ધાઓએ મુદ્દગરવડે યુદ્ધ કર્યું. તેમાં તે મુળરે જ પરસ્પર અફળાઈને ભાંગી ગયા, પરંતુ તે સુભટો ભાંગ્યા નહીં. પછી મેહ જેમ પ્રાણી ઉપર તૃષ્ણને મૂકે તેમ ચકવેગે આકાશમાં ઉછળી એક મોટી શિલા પવનવેગ ઉપર મૂકી, ત્યારે જેમ બુદ્ધિમાન પુરૂષ સમક્તિના લાભવડે લાંબી ભાવસ્થિતિને છેદે તેમ પવનવેગે પણ સુગરવડે હણીને તે શિલાને પીસી નાંખી. પછી તે બને સુભટ વિદ્યાએ આપેલા રથ ઉપર આરૂઢ થઈ ચિરકાળ સુધી વીરેના મદરૂપી જવરને હરણ કરનાર શિરે મૂકવા લાગ્યા. પછી ચકવેગે પવનવેગ ઉપર જયલક્ષ્મીના મૂળરૂપ શૂળ મૂકયું. તેને પવનવેગે બાવડે કેળના સ્તંભની જેમ ભાંગી નાંખ્યું. જેવા તેવા શસ્ત્રવડે પવનવેગ જીતી શકાય તેમ નથી એમ જાણું ચકવેગે શત્રુઓને ખાઈ જનારી, ભયંકર અને વાળાવાળ શક્તિનું સ્મરણ કર્યું, એટલે તડતડ શબ્દ કરતી અને પ્રાણને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust