________________ તેરમે સગ, શું શિકારીઓ પ્રથમ વ્યાઘના મુખમાં કુતરાને નથી નાંખતા? તારો તથા પોતાને સુભટ તરીકે માનનારી તેને પણ આજે હું લીલામાત્રથી જ નિગ્રહ કરીશ. સૂર્ય હો કે ચંદ્ર છે, પણ તે - બને રાહુના તો ભક્ષ્યજ છે.” આવાં તેનાં વચન સાંભળી પવનવેગ પણ બોલ્યો કે-“તારો પિતા માટે સ્વામી જ છે; પરંતુ ઉન્માર્ગે ચાલનાર તે તારે પિતા પરણેલી સ્ત્રીની ઈચ્છા કરે છે, તેથી તેણે જ સ્વામીપણાને ત્યાગ કર્યો છે. નાસિકા રહિત દેવની પ્રતિમા પૂજવા લાયક રહેતી નથી, તેમ ન્યાયનો ત્યાગ કરનાર સ્વામી પણ સેવવા લાયક રહેતું નથી. અન્યાયીઓની લક્ષમી કદીપણ સ્થિર રહેતી નથી, તેનો અનુભવ તને હવે થશે. આ સેન્યની જે સ્વામિની તરીકે પ્રસિદ્ધ છે, તે નારી નથી, પરંતુ તે તે અકાળે ક્ષય કરનાર તમારૂં દુર્ભાગ્ય જ છે. તારાથી મારું મૃત્યુ છે કે મારાથી તારૂં મૃત્યુ છે તે યુદ્ધવડેજ જણાશે. માટે આ વાણુરૂપી નગારાનો આડંબર મૂકી દઈને યુદ્ધજ કર.” આવી તેની વાણીવડે વાયુવડે દાવાનળની જેમ અત્યંત જાજવલ્યમાન થયેલ તે ચકવેગ વૈરીરૂપી વનને બાળવા માટે બાણેરૂપી વાળાને મૂકવા લાગ્યું. તે આવતી એવી બારૂપી જ્વાળાને ગર્જના કરતા ઉન્નત મેઘની જેમ પવનવેગ બાણોની શ્રેણિરૂપી જળધારાવડે નિવારવા લાગ્યો. હવે મોટા ભાઈને મોટા યુદ્ધવડે યુદ્ધ કરતો જોઈ ખેચરચકવતીને બીજે મહાવેગ નામનો પુત્ર પણ યુદ્ધ કરવા દોડ્યો. તેને શત્રુરૂપી અંધકારને નાશ કરવાનાં સૂર્ય સમાન ચંદ્રગતિએ રૂં, એટલે સીમા રહિત ઉત્સાહ અને શાર્ય વડે યુક્ત એવા તે બન્નેનું શરાશરી યુદ્ધ થવા લાગ્યું. એજ રીતે ચકીને ત્રીજો પુત્ર મણિમાળી નામને અગ્રેસર સુભટ થઈને યુદ્ધ . કરવા દેડ્યો. તેને ભોગરતિ વરે રૂ. પછી ધનુષને ધારણ કરી ચંડવેગ નામને ખેચરચક્રને સેનાપતિ યુદ્ધ માટે દેડ્યો, તેની સાથે સ્થિરતાપૂર્વક યુદ્ધ કરવા માટે કુમારરાજના સૈન્યને વનવેગ સેનાપતિ પ્રાપ્ત થયો. ત્યારપછી આ આઠે દ્ધાઓ જાણે દિગ્ગજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust