________________ (456). જયાનંદ કેવળી ચરિત્ર. . ' આ પ્રમાણે પોતાના પાંચસો સુભટને બાંધીને લઈ ગયા જઈ વિદ્યાધરચવતીનું આખું સૈન્ય ત્રાસ પામ્યું અને વીખરાઈ ગયું, તે જોઈ વિદ્યાધરચક્રવતી એક વખતે ક્રોધ, ગર્વ અને પરાભવવડે અત્યંત વ્યથા પામી જેટલામાં યુદ્ધભૂમિપર યુદ્ધ કરવા આવે છે, તેટલામાં સંગ્રામને વિષે તૃષ્ણાવાળા તેના ત્રીજા પુત્ર મણિમીળીએ બે હાથ જોડી ભક્તિથી ચકી પિતાને વિજ્ઞપ્તિ કરી કે “હું પિતાજી ! કીડીઓને વિષે ગરૂડની જેમ આ રંડાઓને વિષે ઇંદ્રને પણ નાશ પમાડનારા એવા દેદીપ્યમાન બળવડે આપને સંગ્રામને આરંભ શામાટે કરવો જોઈએ? મેં પીપણાને લીધે તેમની ઉપેક્ષા કરી હતી, પરંતુ તે તે ઉદ્ધત થઈ ગયેલ છે, તેથી હવે અપરાધવાળી તેઓને હું નિગ્રહ કરીશ અને તેમણે ગ્રહણ કરેલા આપણા સુભટને હું પાછા લઈ આવીશ.” આ પ્રમાણે કહીને પિતાને નિષેધ કરી હાથીના કુંભસ્થળપર બેસી તે મણિમાળી શત્રુઓની શ્રેણિને દળતો દળને શત્રુઓના લશ્કરમાં પેઠે. જેમ તળાવમાં પાડે પ્રવેશ કરે ત્યારે શબ્દ કરતા દેડકાએ તેના માર્ગ મૂકી બાજુપર થઈ જાય તેમ તે મણિમાળીએ સેનામાં પ્રવેશ કર્યો ત્યારે દ્ધાઓ તેને માર્ગ મૂકી બાજુપર થઈ ગયા. તે વખતે તે મણિમાળી બોલ્યા કે “રે કપટ લક્ષમીના કરંડ સમાન રંડાઓ! આવો. હમણાં હું તમને નાક કાન રહિત કરું છું, અને શુરવડે મસ્તકે મુંડી નાંખું છું.” આ પ્રમાણે તેનું તિરસ્કારવાળું વચન સાંભળી તે સ્ત્રીસુભટો તત્કાળ દોડી આવ્યા. “વીર પુરૂષો અને સિંહે વીરના ધિક્કારને સહન કરી શકતા નથી.” તે સ્ત્રીસુભટોમાંથી વીરાંગદ વિરે મણિમાળીને રૂં, અને જેમ મેઘ પર્વત પર જળધારાની શ્રેણિને વરસાવે તેમ તેણે તેના પર બાણની શ્રેણિ વરસાવી. આ પ્રમાણે સ્ત્રીરૂપે યુદ્ધ કરતા વીરાંગદ વરને ઉત્કટ બળવાન મણિમાળીએ બાણની શ્રેણિવડે ઢાંકી દીધે. તેવામાં મણિમાળીના બીજા (49) ભાઈઓ કિરણમાળી વિગેરે મહા દ્ધાઓ યુદ્ધમાં દોડી આવ્યા. તેમને પણ તત્કાળ વીરાંગદ સિવાયના બીજા (49) મહા બળવાન સ્ત્રીભટેએ બાણની વૃષ્ટિ કરવાપૂર્વક યુદ્ધને માટે બોલાવ્યા. તેઓના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust