________________ દ્વિતીય સર્ગ. ' (29) દોષનો ત્યાગ કરાવે છે, તે દેવ મોક્ષને માટે પંડિતએ સેવવા લાયક છે. આવા પ્રકારના દેવ તે સંસારના દુ:ખરૂપી વ્યાધિને નાશ કરવામાં વૈદ્ય સમાન એક અરિહંત જ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે જેનો આત્મા પવિત્ર થયેલ છે તે ગુરૂ કહેવાય છે. અથવા જે મુનિ અક૯ષ્ય (અશુદ્ધ) શય્યા (ઉપાશ્રય) વસ્ત્ર, પાત્ર, આહાર વિગેરેને ગ્રહણ ન કરે-નિર્દોષને જ ગ્રહણ કરે, પંચ મહાવ્રતને ધારણ કરનાર હોય, તપ શ્રુત અને મનવડે શુદ્ધ હોય, સત્ય ધર્મને ઉપદેશ કરતા હોય, પોતે સંસારસાગરને તરતા હોય, બીજા ભને તારનાર હાય તથા જે તત્ત્વને જાણતા હોય તે ગુરૂ કહેવાય છે. ધર્મ બે પ્રકાર છે-ચતિધર્મ અને ગૃહસ્થ ધર્મ. તેમાં સર્વથા હિંસા, અસત્ય, ચોર્ય, મૈથુન અને પરિગ્રહની મૂછને વર્જવાથી પાંચ મહાવ્રતમય યતિને ધર્મ કહેવાય છે. બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ આ પ્રમાણે છે–સ્થલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચોર્ય અને પરસ્ત્રીને ત્યાગ તથા ધનાદિકનું પરિમાણ એ પાંચ અણુવ્રત છે. સર્વ દિશામાં ગમન કરવાનું પરિમાણ કરવું, ભેગ અને ઉપભેગનું પરિમાણ કરવું અને અનર્થદંડનો ત્યાગ કરવો, આ ત્રણ ગુણવ્રત કહેવાય છે. હમેશાં બની શકે તે પ્રમાણે સામાયિક કરવા, દેશાવકાશિક એટલે સર્વ વ્રતોનો સંક્ષેપ કરે, અષ્ટમી, ચતુર્દશી વિગેરે પર્વને દિવસે પિષધ કરવો તથા અતિથિને ઉત્તમ દાન આપવું એટલે અતિથિ સંવિભાગ કરે, આ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. આ રીતે સર્વ મળીને બાર ગ્રત થાય છે. આ બાર વ્રત, છ પ્રકારનું આવશ્યક, તથા દાન, શીળ, તપ અને ભાવ આ સર્વ ગૃહસ્થને માટે ઉત્તમ ધર્મ છે. આ ગ્રહીધર્મ આરાધના કરવાથી આ ભવને વિષે પણ ઈચ્છિત સુખ અને લક્ષ્મી આપે છે, તથા પરભવમાં અનુક્રમે રાજા, ચકવતી, સ્વર્ગ અને મોક્ષનું સુખ આપે છે. સાધુધર્મની આરાધનાથી મોક્ષપર્યત ઉત્કૃષ્ટ ગતિ થાય છે, અને શ્રાવકધર્મની આરાધનાથી બારમા દેવલોક સુધી ઉત્કૃષ્ટ ગતિ થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust