________________ (28). જયાનંદ કેવળી ચરિત્ર. “હે સ્વામિન્ ! તે મુનીશ્વરને સર્વજ્ઞપણના સ્થાનરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી આપણે ત્યાં જઈ તેમને વાંદીએ અને કૃતાર્થ થઈએ.” તે સાંભળી તત્કાળ રાજાએ પ્રાત:કાળનું કૃત્ય કર્યું, અને જિનધર્મને નહીં જાણતા છતાં પણ ભકિત અને આશ્ચર્યાદિકથી પ્રેરણા કરાય સતે હસ્તીપર આરૂઢ થઈવેત છત્ર અને ચામર વિગેરેથી શેતે, સામંત રાજાઓ, મંત્રીઓ અને સેનાપતિ આદિક સમગ્ર પરિવારથી પરવરેલે, બંદીજનોએ કહેલા જય શબ્દને સાંભળતો અને વાજીંત્રના નાદથી આકાશને ગર્જનાવાળું કરતો તે રાજા ઉદ્યાનમાં જઈ તે મુનીશ્વરને વિધિપૂર્વક નમન કરી તેમની પાસે એગ્ય સ્થાને બેઠે. મુનિએ તેમને ધર્મલાભની આશિષ આપી. પછી સર્વ સુર, અસુર અને મનુષ્ય ગ્ય સ્થાને બેઠા, ત્યારે મુનિએ આ પ્રમાણે ધર્મદેશના આપી– . હે ભવ્ય પ્રાણુઓ ! નિરંતર દુઃખથી ભરેલા આ સંસારસમુદ્રમાં દુ:ખના નાશપૂર્વક સુખની પ્રાપ્તિને માટે જે કેઈપણ ઉપાય હોય તો તે એક ધર્મ જ છે. સમકિતમૂળ તે ધર્મ ગૃહસ્થીને ચગ્ય અને સાધુને ગ્ય એવા ભેદથી બે પ્રકાર છે. તેમાં ચિંતામણિરત્નની જેમ ઈષ્ટ વસ્તુને આપનાર સમકિત અતિદુર્લભ છે. કહ્યું છે કે–તે સમકિત દ્વિષ એટલે બાર પ્રકારના શ્રાવકધર્મનું મૂળ 1, દ્વાર 2, પ્રતિષ્ઠાન 3, આધાર 4, ભાજન 5 અને નિધિ 6 રૂ૫ છે. આને કાંઈક ભાવાર્થ આ પ્રમાણે છે.–સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મનું જ્ઞાન થવું તથા તેમના પર શ્રદ્ધા થવી એ જ તે સમકિતનું લક્ષણ છે. તેમાં અઢાર દોષ રહિત એવા દેવ તે સુદેવ છે, કારણકે તેનું આરાધન જ મુકિતને માટે થાય છે. તેમાં હાસ્યાદિક છ, ચાર કષાય, પાંચ આશ્રવ, પ્રેમ, મદ અને કીડા આ અઢાર દેષને જે ત્યાગ કરે છે–તેથી રહિત છે, તથા ભવ્ય પ્રાણીઓ પાસે તે 1. જેનું મૂળ કારણ સમકિત છે એવો. 2. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. 3. ક્રોધ, માન, માયા અને લેભ, 4. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust