________________ : તેરમો સર્ગ. (23) માન આપી નિર્ભયપણે રાજ્ય ભેગ. રાજાઓને સિંહાદિક શ્વાપદોની જેમ એકાંતપણે શૌર્ય દેખાડવું એ હિતકારક નથી.” . આ પ્રમાણે મંત્રીઓની વાણું સાંભળી તે ચકાયુદ્ધ ખેચરેશ્વર બેલ્યો કે–“હે મંત્રીઓ ! તમે જે અનિષ્ટની શંકા લાવે છે, તેનું કારણ મારાપરને સ્નેહ જ છે. પરસ્ત્રીએ હઠથી ગ્રહણ કરેલી મારી પુત્રીને જે હું સહન કરૂં–લઈ જવા દઉં તો પોતાની સંતતીનું પણ નહીં રક્ષણ કરવાથી મારે મહિમા થાય? આ પવનવેગની પુત્રી વિદ્યા અને કળાવડે ઉન્મત્ત થયેલી અને તુચ્છ પ્રકૃતિવાળી છે અને તેથી તેણુએ જ આ ચેષ્ટા કરી છે, કેમકે સ્ત્રીઓને પરિણામિકી બુદ્ધિ કયાંથી હોય? અથવા સ્ત્રીનું રૂપ ધારણ કરનાર ભલે તે જયાનંદ હોય, પણ તેનાથી મને કાંઈ ભય નથી. જે એક તુચ્છ મનુષ્યથી હું ભય પામું તો મારું વિદ્યાધર ચકવતીપણું કેવું કહેવાય? જે કદાચ તેણે કીડા જેવા મનુષ્ય કે દેવોને જીત્યા, કે કીડી જેવી દેવીઓને જીતી, તેથી શું તેણે મારાં શસ્ત્રો કુંઠિત કર્યા કહેવાય? જે કદાચ તેણે શિલાકુદક (સલાટ) ની જેમ કેટલીક શિલાઓ ભાંગી નાખી તો તેટલાથી તે કાંઈ મારા દિવ્ય શસ્ત્રોની શ્રેણિને સહન કરશે એવું અનુમાન નહીં થાય. આ દક્ષિણ ભરતાધના નિવાસી મનુષ્ય, દેવ, અસુર અને વિદ્યાધરમાં મારી આજ્ઞા ઓળંગીને ઉન્મત્ત થયો હોય એવો કોઈ શું તમે જે કે સાંભળે છે? વિદ્યા અને દિવ્ય શસ્ત્રોથી ઉત્પન્ન થયેલું મારું ભુજાબળ શું કઈ પણ ઠેકાણે ન્યૂન થયેલું તમે જોયું છે? કે મારે પરાભવ થયેલો તમે જોયો છે? કે જેથી તમે મને શત્રુને ભય બતાવો છો? જે કદાચ તે ઈંદ્ર, કાર્તિકસ્વામી, બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ કે શંકર હોય તો પણ તેમને હું જતું તેવો છું. પવનવેગ વિગેરે જેઓ ચિરકાળ સુધી મારા સેવક થઈને આજે એક સ્ત્રીને અનુસરી શત્રુરૂપ થયા છે, તેમને મારું ચક શી રીતે સહન કરે? હું તેમને લીલામાત્રથી જ ત્રાસ પમાડીશ, અથવા મૃગલાએને સિંહ હણે તેમ હું હણી નાંખીશ, તે તમે સાક્ષાત્ જેશે. સંપુરૂષને વાણીને આડંબર કર યોગ્ય નથી.” . . છે. આ પ્રમાણે ચકાયુધ રાજાનાં વચન સાંભળી મંત્રીઓ બેલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust