________________ (22) જયાનંદ કેવળી ચરિત્ર. . ણામે દુઃખકારક થાય છે. હે સ્વામી! આ પ્રમાણે અમે ચિહેવડે અને અમારી બુદ્ધિવડે જાણીએ છીએ. આ કુમારનાં કાર્યો કે એ ગવાતા ગીતમાં સંભળાય છે કે–શ્રી વિશાળજય નામના રાજાને તેણે બુદ્ધિ અને પરાક્રમવડે રંજન કર્યો છે, તેણે ગિરિમાલિની વિગેરે દેવીઓને વશ કરી છે, સાક્ષાત્ જાણે કાળ (યમ) હોય તેવા ગિરિચડ નામના દેવને તેણે લીલામાત્રથી જ જીત્યો છે, તે બળવાને મલયમાળ નામના ક્ષેત્રપાળનો પરાજય કર્યો છે, દેવતાઓએ તેને અનેક પ્રકારનાં અલંકાર અને ઔષધિઓ આપી તેની પૂજા કરી છે, તેણે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કોટિ સુભટના સૈન્યવાળા પદ્મરથ નામના કૌલધમી રાજાને જીતી, બાંધી તથા વાંદરો બનાવી તેની વિડંબના કરી છે, ક્રીડાથી વામન રૂપ ધારણ કરી રાજકુમારે છતી કળાવડે જીતાયેલી શ્રીપતિ રાજાની ત્રણ કન્યાઓને તે પરણ્ય છે, ચેસઠ થોગિનીઓથી #ભ પામ્યા વિના મહાવિદ્યાને સાધી તે ગિનીઓ પાસેથી બળાત્કારે તે વરે જોવેગને મૂકાવ્યું છે, મહાવાળા, કામાક્ષા અને ગિનીઓએ તેની પરીક્ષા કરી તેની ઉપર તુષ્ટમાન થઈ તેને ભક્તિથી દિવ્ય શસ્ત્રો અને શક્તિઓ આપી છે, તથા સારિવકને વિષે અગ્રેસર એવા તેણે વાકુટ ગિરિને ભાંગી વિમુખ દેવને જીતી ચંદ્રગતિની પ્રિયાને પાછી લાવી આપી છે. તે આ ત્રણ જગતમાં મલ્લ સમાન સ્ત્રીનું રૂપ ધારણ કરનાર કુમારરાજ કેઈથી જીતી શકાય તેવું નથી, એમ હે રાજન ! તમે અવશ્ય જાણો, અને પ્રસન્ન કરવા લાયક એવા તેને તમે ક્રોધ ન પમાડે. વળી પુત્રી તે બીજા કોઈને પણ આપવાની જ છે, તો પછી આ વર બીજે મળશે નહીં, માટે મુગટ અને કંકણની વાત ભૂલી જઈ તેને તમારી કન્યા આપ. તમારા કહેવાથી પવનવેગ પોતાના સ્વાર્થને માટે તેને પ્રાર્થનાપૂર્વક તમારી પાસે લાવશે, તેથી તે કન્યાઓને પરણું તમારાપર નેહવાળો થઈ પિતાના રાજ્યમાં જતો રહેશે. આમ કરવાથી પવનવેગ વિગેરે જેઓ તમારા પ્રથમથી જ સેવકો છે તે વિશેષે કરીને તમારા ઉપરજ એકાંત પ્રીતિવાળા થશે. માટે હે રાજન ! અવસરે નીતિને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust