________________ (418)) જયાનંદ કેવળી ચરિત્ર. અન્યાય કરે છે?” એમ બોલતાં તેણે ઘણું સુભટને તેની પાછળ મેકલ્યા. કન્યાને પાછી લાવવા ચકીએ આજ્ઞા જેને આપેલી તે સુભટોએ તે માયાવી સ્ત્રીઓની સાથે યુદ્ધ કર્યું. તેમાં માયાવી સ્ત્રીઓએ તત્કાળ તેમને હરાવ્યા, એટલે તેઓ પાછા હઠી શહેરમાં આવ્યા. સ્ત્રીઓથી પોતાનો પરાજય લજજાને લીધે તેઓ કહી શક્યા નહીં, પરંતુ તેમને લેહીથી વ્યાપ્ત થયેલા જોઈ ચક્રીએ આશ્ચર્ય અને ક્રોધ પામી મોટું સૈન્ય મેકવ્યું. ત્યારે તે સૈન્યમાં વિમાન, હસ્તી અને . અશ્વપર આરૂઢ થયેલા મોટા સુભટેએ તે સ્ત્રીઓ સાથે મેટું યુદ્ધ કર્યું. તેમાં સુભટસ્ત્રીઓ ભગ્ન થઈ તે જોઈ તેમનું રક્ષણ કરવા માટે તે કુમારસ્ત્રી વિવિધ શસ્ત્રોવડે તે વિદ્યાધરના સૈન્યની સાથે યુદ્ધ - કરવા લાગી. તેમાં તેણએ તત્કાળ ગદાવડે પાપડની જેમ વિમાનોને ચૂર્ણ કરી નાખ્યા, હાથીઓને તેની ઉપર બેઠેલા દ્ધા સહિત ગંડશેલની જેમ આળોટતા કરી દીધા, જાણે ગરૂડ ભમતા હોય તેમ રથોને આકાશમાં ભમતા કરી દીધા અને ચંચપુરૂષની જેમ, લીલાવડે પત્તિઓને ભૂમિપર પાડી દીધા. એ રીતે જેમ હાથી કેળના વનને ભાંગે અને હિમ કમળના વનને બાળે તેમ સ્ત્રીરૂપ કુમારે ક્ષણવારમાં વિદ્યાધરનું સૈન્ય ભાંગી નાંખ્યું. કુમારરૂપ સ્ત્રીના પ્રતાપથી રૂધિરને ઝરતા તે સુભટે માન મૂકી, પ્રાણેને ગ્રહણ કરી, લજજાને ત્યાગ કરા, શીધ્ર નાશી જઇને નગરમાં પેસી ગયા. સ્ત્રીઓથી પરાજય પામ્યાની લજજાવડે ખેચરપતિને પોતાનું મુખ દેખાડવા અશક્તિમાન થયેલા તેઓને વૃત્તાંત ચર પુરૂષોએ ચક્રીને . જાહેર કર્યો, ત્યારે ખેદ, લજજા, આશ્ચર્ય અને ક્રોધથી વ્યાકુળ થયેલો ખેચરપતિ પુત્રીને પાછી લાવવાની ઈચ્છાથી પોતે યુદ્ધ કરવા ઉો તૈયાર થયે; પરંતુ તેને વિચાર થયો કે–“વિદ્યાધર સુભટને : વિનાશ કરનારા મારા બાણો સ્ત્રીઓ ઉપર પડતાં લજજા પામશે, તેમ મને પણ સ્ત્રીઓ સાથે યુદ્ધ કરતાં લજા આવશે.” એમ વિ. ચારી તે પાછે બેસી ગયો અને શું કરવું તેને વિચાર કરવા લાગ્યો. - 1 નાની ટેકરી : ' : = ; . 2 ખેતરમાં રક્ષણ કરનાર પુરૂષના આકારવાળા કૃત્રિમ પુરૂષ–ચાડીઓ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust