________________ તેરમે સર્ગ.. (417) એકદા તે માયાવી સ્ત્રીઓએ તેને કહ્યું કે –“બહેન! સ્ત્રીઓને વિષે રંભા જેવી તું શું ઇંદ્ર જેવા તે નરરત્નને પતિ કરવા ઈચ્છે છે?” : તે બોલી કે “જે પિતાના હાથ વડે ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છે તે અવશ્ય હાંસીને પાત્ર બને છે. તેની જેવા આ અસાધ્ય કાર્યમાં હું શું બોલું?” ત્યારે તેઓ બોલી કે–“વજસુંદરીને કાંઈ પણ અસાધ્ય નથી; કેમકે તે કળાવડે અને પરાક્રમવડે પણ જગતને જીતે એવી છે; પરંતુ તારા મનની સ્થિરતાને અમે બરાબર જાણું શકતા નથી. કેમકે પ્રાયે સ્ત્રીઓનું હૃદય નેત્રના અગ્રભાગ જેવું ચપળ હોય છે. માટે ચળાચળ એવા ચિત્તના પ્રજનવાળા વિષમ . કાર્યમાં કેણ ડાહ્યો માણસ યત્ન કરે ?" તે સાંભળી તે કન્યા બોલી કે–“તમારા સંગથી મારું હૃદય દઢ જ છે. જેમ નિર્ધન માણસ નિધાનની, રેગી માણસ અમૃતની અને તારા માણસ નિર્મળ જળની ઈચ્છા કરે છે, તેમ વિશ્વને વિષે ઉત્તમ એવા તે વરની ઈચ્છા કેણ ન કરે?” ત્યારે તેઓ બોલી કે– જે તું સત્ય કહેતી હોય તે શીધ્રપણે તૈયાર થા.”તે સાંભળીને તે કન્યા પિતાના વસ્ત્ર અને અલંકાર વિગેરે લઈ તૈયાર થઈ તેમની પાસે આવી. ત્યારે તેઓએ આ સર્વ હકિકત માયાવી વજસુંદરીને નિવેદન કરી. તે . સાંભળી તેણીએ વિદ્યાવડે એક મોટું વિમાન બનાવ્યું. તેમાં તે કન્યાને તથા તે માયાવી સ્ત્રીઓને બેસાડી પોતે આકાશમાગે વિમાન ' ચલાવ્યું અને રાજાના મહેલ ઉપર જઈ તેણીએ મટે સ્વરે ઘોષણા કરી કે પોતાના આત્માને વીર માનનારા તે વિદ્યાધરરાજના સુભટ ! સાંભળો- જયાનંદ કુમારને માટે આ ચક્રાયુધ રાજાની પુત્રીને હું હરી જાઉં છું, માટે જે બળવાન હોય તે આને મૂકાવા આવો. પાછળથી તમે મને છળ કપટ કરનાર કહેશો નહીં.” આ પ્રમાણે કહી તે માયાવી સ્ત્રી નગરની બહાર ગઈ, અને કેટલીક . સ્ત્રીઓને મોકલી પ્રથમથી ગુપ્ત કરેલાં (છુપાવેલાં) શસ્ત્રો મંગાવી લીધાં. અહીં તેણીનાં કહેલાં વચનો સાંભળી ખેચરચકી આશ્ચર્ય પાપે કે –“અહો ! એક સ્ત્રી પણ આવું પરાક્રમ અને આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust