________________ (26) જયાનંદ કેવળી ચરિત્ર. નહતી, તેને અંગીકાર કરેલા ધર્મથી દેવતાઓ પણ તેને ચળાયમાન કરી શકતા નહોતા, અને અન્ય મતના વાદીઓ સાથે વાદ કરી તેમની જયલક્ષ્મીવડે તે અરિહંતના શાસનને અત્યંત દીપાવતો હતો. પછી એક માસ સુધી મુનિની સેવા કરવાવડે છેવટે પારણાનો દિવસ જાણે મંત્રીએ જાતે પારણાને દિવસે તેમની પાસે જઈ પિતાને ઘેર પધારવા તેમને નિમંત્રણ કર્યું. ત્યારે મુનીશ્વર પણ તેના પર કૃપા કરીને વિધિપૂર્વક તેને ઘેર ગયા, ત્યાં તે મંત્રીએ તથા તેની બંને પ્રિયાઓએ શુદ્ધ ભાવથી ઉભરાતા હર્ષવડે મોટી ભકિતથી સર્વ દોષ રહિત પરમાત્રાદિક વહરાવ્યું, તે તેમણે ગ્રહણ કર્યું. તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. દેવતાઓએ સુગંધી જળની, પુષ્પોની અને સુવર્ણની વૃષ્ટિ કરી, આકાશમાં દુÉભિ વગાડયા અને હર્ષથી “અહો દાન ! અહો દાન” એવી આષણા કરી. આ દાનના પ્રભાવથી તે ત્રણેએ મહાભેગના ફળવાળું કર્મ ઉપાર્જન કર્યું. આથી બીજે કયે ધર્મ શ્રેષ્ઠ છે ? પછી સમગ્ર વિશ્વપર સમદષ્ટિવાળા તે મુનીશ્વર ઉદ્યાનમાં જઈ પાર કરી તે જ પ્રમાણે મહાધ્યાન અને (પદ્માસનાદિક) આસનવડે તપસ્યામાં લીન થઈને રહ્યા. અહીં તે મંત્રીના ઘરઉપર દુદુભિનો નાદ સાંભળી “આ શું?” એમ સંભ્રાત થયેલા રાજાએ પોતાના સેવકેને પૂછ્યું. તે વખતે તેઓએ મુનિદાનાદિકને વૃત્તાંત જાણે રાજાને નિવેદન કર્યો, ત્યારે રાજાએ વિચાર કર્યો કે–“અહો ! મને ધિક્કાર છે કે જેથી મેં આવા ગુણ મુનિને અહિં આવ્યા પણ જાણ્યા નહીં, તો હવે પ્રાતઃકાળે પરિવાર સહિત હું જઈને તે મુનિને નમસ્કાર કરીશ.” આવા વિચારથી પવિત્ર આત્માવાળા રાજાએ તે દિવસ નિગમન કર્યો. અહીં ઉદ્યાનમાં રાત્રીએ સર્વ પ્રાણુઓના અત્યંત હિતનું જ ધ્યાન કરતા મુનિને શુકલધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રથમથી જ અદ્ભુત લબ્ધિઓની સંપત્તિને ધારણ કરતા તે મુનિ સારી રીતે સેવેલા શુદ્ધ ચારિત્રથી ઘાતકર્મરૂપી શત્રુઓની જયલક્ષ્મીવડે સર્વજ્ઞ અને સદશ થયા. આવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust