________________ : પ્રથમ સર્ગ.. (25) સમક્તિ જ છે અને તત્ત્વ દેવ, ગુરૂ અને ધર્મસ્વરૂપવાળું ત્રણ પ્રકારનું કહેલ છે. સમક્તિ પ્રાપ્ત થયા પછી સારા ભાગ્યથી જ વિરતિ પ્રાપ્ત થાય છે, તે વિરતિ બે પ્રકારની છે. સર્વથી અને દેશથી. તેમાં પહેલી જે સર્વવિરતિ તે ક્ષાંતિ આદિક દશ પ્રકારની માનેલી છે. અને બીજી જે દેશવિરતિ તે જિનેશ્વરોએ સ્થળ અહિંસા આદિક બાર પ્રકારની કહી છે. તેમાં પહેલી સર્વ વિરતિ સાધુને ચગ્ય છે, અને બીજી દેશવિરતિ ગ્રહસ્થીઓને રોગ્ય છે.” આ રીતે મુનિએ સ્વરૂપ, ફળ અને સાધન વડે વિસ્તારથી ધર્મ કહ્યો, તે સાંભળી પ્રતિબોધ પામેલા મંત્રીએ કહ્યું કે-“હે પૂજ્ય ! ધીર પુરૂષે સાધી શકાય તે પહેલા મુનિધર્મ ધારણ કરવા હું શકિતમાન નથી, તેથી મોક્ષના સાધનરૂપ ગ્રહીધર્મ મને આપે. " ત્યારે મુનિએ તેને સમકિત સહિત બાર વ્રતો આપ્યાં, તથા તેને છ આવશ્યક અને દાનાદિક ગુણો પણ શીખવ્યા. તે મંત્રી કલ્પવૃક્ષતુલ્ય સર્વ અંગ સહિત ધર્મને પામી હર્ષિત થયો અને પોતાના આત્માને કૃતાર્થ માની મુનિને નમસ્કાર કરી પોતાને ઘેર ગયો. તે જ પ્રમાણે પ્રતિબોધ પામેલી તે મંત્રીની બંને પ્રિયાઓ પણ સંવેગથી ગ્રહીધર્મ અંગીકાર કરી તે ઋષિને નમસ્કાર કરી પિતાને ઘેર ગઈ. મુનિની અવજ્ઞા કરવાથી ઉપાર્જન કરેલું પાપ તે ત્રણે જણાએ નિંદા, ગહ અને આલોચનાવડે ઘણું ખપાવ્યું, તે પણ કાંઈક અવશેષ રહ્યું. ધર્મરૂચિ શ્રાવક અને બીજા લકે પણ શક્તિ પ્રમાણે ધર્મ અંગીકાર કરી મુનિને નમી હર્ષ પામી પિતાપિતાને ઘેર ગયા. ત્યાં મહિનાના ઉપવાસ કરી માસકલ્પ રહેલા તે મુનિની સેવા કરવાથી અને શ્રાવક મિત્રના સંગથી બંને પ્રિયા સહિત તે મંત્રી સર્વ શ્રાવકેમાં અગ્રેસર થયો. પ્રથમથી જ અન્ય શાસ્ત્રોને જાણનારો તે મંત્રી અનુક્રમે જૈનશાસ્ત્રનો અભ્યાસ કરી જીવાદિક તને જાણનાર થયો, અને બંને ભાર્યા સહિત તે જૈનધર્મને અનુસરતી સર્વ ક્રિયાઓમાં કુશળ થયે. તે શ્રેષ્ઠ મંત્રીની બુદ્ધિ સૂકમ પદાર્થોને વિષે પણ સ્કૂલના પામતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust